° °

આજનું ઇ-પેપર
Wednesday, 06 July, 2022


વરસાદથી વલસાડ જિલ્લો તરબતર, ઉમરગામમાં સવા નવ ઇંચ વરસાદ

21 June, 2022 08:00 AM IST | Ahmedabad
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

હજી પણ વલસાડ, નવસારી, તાપી, ડાંગ સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાતમાં આવેલા પારડીમાં નૅશનલ હાઇવે પર આવેલા ઓવરબ્રિજ પર વરસાદનાં પાણી ભરાઈ જતાં પોલીસ-કર્મચારીઓએ પાણીનો નિકાલ કરવાનો પ્રયાસ કર્યો હતો. Gujarat Monsoon

દક્ષિણ ગુજરાતમાં આવેલા પારડીમાં નૅશનલ હાઇવે પર આવેલા ઓવરબ્રિજ પર વરસાદનાં પાણી ભરાઈ જતાં પોલીસ-કર્મચારીઓએ પાણીનો નિકાલ કરવાનો પ્રયાસ કર્યો હતો.

 દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો ધમાકેદાર પ્રારંભ થયો છે. ગઈ કાલે જાણે મેઘરાજા વલસાડ જિલ્લા પર મહેરબાન થયા હોય એમ આખા વલસાડ જિલ્લાને પાણી પાણી કરી નાખ્યો હતો. ભારે વરસાદને પગલે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું. એમાં પણ ઉમરગામ તાલુકામાં તો રાત્રે આઠ 
વાગ્યા સુધીમાં ૨૩૪ મીમી એટલે કે સવા નવ ઇંચ જેટલો વરસાદ પડતાં ઉમરગામ જળમગ્ન થયું હતું. આટલું ઓછું હોય એમ હજી પણ વલસાડ, નવસારી, તાપી, ડાંગ સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

વલસાડના ૬ તાલુકાઓમાં ગઈ કાલે એકથી આઠ ઇંચ વરસાદ પડ્યો હતો. વલસાડમાં ચાર ઇંચથી વધુ, વાપીમાં સાડાત્રણ ઇંચથી વધુ, પારડીમાં ત્રણ ઇંચથી વધુ, કપરાડામાં પોણાબે ઇંચથી વધુ અને ધરમપુર તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને પગલે વલસાડના રેલવે-ગરનાળામાં પાણી ભરાયાં હતાં જેને કારણે વાહનચાલકોને પારાવાર તકલીફ પડી હતી. વલસાડમાં એક વૃક્ષ ધરાશાયી થતાં એક બાઇક દબાઈ ગઈ હતી. પારડી હાઇવે ઓવરબ્રિજ પર વરસાદી પાણી ભરાતાં પોલીસ-કર્મચારીઓએ એનો નિકાલ કરવાનો પ્રયાસ કર્યો હતો. વાપીમાં પણ ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના ૬ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ પડ્યો હતો. ખેરગામ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. એ ઉપરાંત ચીખલીમાં કે પોણાબે ઇંચ, ગણદેવીમાં સવા ઇંચથી વધુ, જલાલપોરમાં ૧૭ મીમી,નવસારીમાં ૧૫ મીમી અને વાંસદામાં ૯ મીમી વરસાદ પડ્યો હતો.

ગઈ કાલે સવા નવ ઇંચ જેટલો વરસાદ પડતાં દક્ષિણ ગુજરાતમાં આવેલા ઉમરગામમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયાં હતાં

આ ઉપરાંત ચોટીલા, ગરુડેશ્વર, પાલિતાણા, પડધરી અને પાદરા તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં ગુજરાતના ૫૭ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ પડ્યો હતો. ગુજરાતના સુરેન્દ્રનગર, નર્મદા, ભાવનગર, રાજકોટ, વડોદરા, ખેડા, છોટાઉદેપુર, સુરત, ભરૂચ, તાપી, મહીસાગર, ગીર સોમનાથ, અરવલ્લી, ડાંગ, જૂનાગઢ, મહેસાણા, પોરબંદર જિલ્લાઓમાં વરસાદ નોંધાયો હતો.

ગુજરાતના હવામાન વિભાગે આગામી ચાર દિવસ ગુજરાતમાં વરસાદ પડશે એવી આગાહી કરી છે. એમાં પણ નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી, ડાંગ, સુરત, તાપી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડશે એવી આગાહી કરવામાં આવી છે.

21 June, 2022 08:00 AM IST | Ahmedabad | Shailesh Nayak

અન્ય લેખો

ગુજરાત સમાચાર

ડિજિટલ ઇન્ડિયાએ બગાડી વચે​ટિયાઓની હાલત : મોદી

ગાંધીનગરમાં ડિજિટલ ઇન્ડિયા સપ્તાહનો વડા પ્રધાને આરંભ કરાવ્યો, ભારત ચિપ ટેકથી ચિપમેકર બનવા માગે છે, દુનિયાની ૪૦ ટકા ડિજિટલ લેણદેણ ભારતમાં

05 July, 2022 08:56 IST | Ahmedabad | Shailesh Nayak
ગુજરાત સમાચાર

ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી

દિયોદરમાં આઠ ઇંચ, જ્યારે ડીસા અને અમીરગઢમાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો, ૫૦ તાલુકામાં એકથી ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો

03 July, 2022 12:25 IST | Ahmedabad | Shailesh Nayak
ગુજરાત સમાચાર

આકાશમાંથી પુષ્પો અને અમી છાંટણાં વચ્ચે પ્રભુ જગન્નાથજી નગરયાત્રાએ નીકળ્યા

બે વર્ષ બાદ રંગેચંગે અને ભક્તિભાવપૂર્ણ માહોલમાં સંપન્ન થયેલી રથયાત્રામાં અમદાવાદનો મિજાજ જોવા મળ્યો: ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી પ્રભુ માટે રસ્તો સાફ કરવા કરી પહિંદવિધિ : અમિત શાહે મંગળા આરતીનો લહાવો લઈ ધન્યતા અનુભવી

02 July, 2022 09:34 IST | Ahmedabad | Shailesh Nayak

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK