ફિલ્મ પરનો સ્ટે આજ સુધી યથાવત્ રખાયો
ફિલ્મનું પોસ્ટર
રજૂ થતાં પહેલાં વિવાદમાં સપડાયેલી ફિલ્મ ‘મહારાજ’ ફિલ્મ સામેનો સ્ટે ગુજરાત હાઈ કોર્ટે આજ (ગુરુવાર) સુધી યથાવત્ રાખ્યો છે. આ કેસમાં આજે ગુજરાત હાઈ કોર્ટનાં જસ્ટિસ સંગીતા વિશેન આ ફિલ્મ નિહાળશે અને ત્યાર બાદ નિર્ણય લેશે.
‘મહારાજ’ સામે સ્ટે માટે ગુજરાત હાઈ કોર્ટમાં રજૂઆત કરનાર પૈકીના અરજદાર શૈલેષ પટવારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાઈ કોર્ટમાં ગઈ કાલે સુનાવણી હાથ ધરાઈ ત્યારે સામા પક્ષે અમને કહ્યું હતું કે અમે નામદાર કોર્ટને પિક્ચર બતાવીએ તો તમને વાંધો છે? તો અમે કહ્યું હતું કે અમને વાંધો નથી એટલે આજે (ગુરુવારે) પહેલાં જજ ફિલ્મ જોશે ત્યાર બાદ મૅટર આગળ ચાલશે.’
તેમણે મીડિયા સમક્ષ કહ્યું હતું કે ‘અમારી એક જ વિનંતી છે કે કોઈ ભગવાન કે મહર્ષિ કે સાધુ-સંતોને ખોટી રીતે ચિતરાયા હોય કે સંસ્કૃતના શ્લોકોનું અર્થઘટન ખોટી રીતે થયું હોય તો એ રોકવું જોઈએ.’
ADVERTISEMENT
આમિર ખાનના દીકરા જુનૈદ ખાનને લૉન્ચ કરતી ‘મહારાજ’ યશરાજ ફિલ્મ્સે બનાવી છે અને નેટફ્લિક્સ પર રજૂ થાય એ પહેલાં એની સામે વિવાદ ઊભો થયો છે.

