° °

આજનું ઇ-પેપર
Saturday, 28 January, 2023


ન ભૂતો, ન ભવિષ્યતિ

09 December, 2022 08:15 AM IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૩૭ વર્ષ જૂનો વિક્રમ તોડતી બીજેપીની રેકૉર્ડ-તોડ જીતનું મુખ્ય કારણ આપનું ઝાડુ, જે એના પર ન ફરતાં કૉન્ગ્રેસ પર ફરી વળ્યુંઃ આમાં કૉન્ગ્રેસનો સોથ વળી ગયો અને બીજેપીને જબરદસ્ત ફાયદો થયો

ઇલસ્ટ્રેશન : દિવ્યેશ ગામીત Gujarat Election Result

ઇલસ્ટ્રેશન : દિવ્યેશ ગામીત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી)એ ૩૭ વર્ષ બાદ ગુજરાતમાં ઐતિહાસિક રેકૉર્ડબ્રેક સાથે ૧૫૬ બેઠકો પર વિજય મેળવીને ગઈ કાલે પ્રચંડ જીત મેળવી છે. બીજેપીએ કૉન્ગ્રેસનો રેકૉર્ડ તો તોડ્યો જ છે, એટલું જ નહીં, ખુદ બીજેપીએ વિધાનસભામાં એનો જ સૌથી વધુ બેઠક જીતવાનો રેકૉર્ડ તોડીને બેઠકો જીતવામાં ઐતિહાસિક સીમાચિહ્‍‍ન હાંસલ કર્યું છે. નરેન્દ્રનો રેકૉર્ડ ભૂપેન્દ્ર તોડશે એ વાત નરેન્દ્ર મોદીએ અક્ષરશ: સાચી કરી બતાવી છે અને આ ચૂંટણીમાં કૉન્ગ્રેસ તળિયે આવી ગઈ છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગઈ કાલે મતગણતરી બાદ કુલ ૧૮૨ બેઠકોમાંથી બીજેપીનો ૧૫૬ બેઠકો પર, કૉન્ગ્રેસનો ૧૭ બેઠકો પર, આમ આદમી પાર્ટીનો પાંચ બેઠકો પર, અપક્ષનો ૪ બેઠકો પર અને સમાજવાદી પાર્ટીનો એક બેઠક પર વિજય થયો છે.

ગુજરાતમાં ૧૯૮૦માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસ ૧૪૧ બેઠકો જીતી હતી અને ત્યાર બાદ ૧૯૮૫માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસ પોતાનો જ રેકૉર્ડ તોડીને સૌથી વધુ ૧૪૯ બેઠક જીતી હતી અને માધવસિંહ સોલંકી મુખ્ય પ્રધાન બન્યા હતા. ગુજરાતમાં આ રેકૉર્ડબ્રેક જીત હતી. જોકે સૌથી વધુ બેઠકો જીતવાનો આ રેકૉર્ડ અત્યાર સુધી કોઈ રાજકીય પક્ષ તોડી શક્યો નહોતો, પણ આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ખૂણે-ખૂણે ફરી વળીને જોરદાર ચૂંટણીપ્રચાર કર્યો અને તેમને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સહિતના આગેવાનો અને કાર્યકરોનો સાથ મળતાં કૉન્ગ્રેસે સૌથી વધુ બેઠકો જીતવાનો રેકૉર્ડ બનાવ્યો હતો એને તોડવામાં બીજેપી સફળ રહી છે.

ગુજરાતમાં બીજેપીએ પોતાનો જ સૌથી વધુ બેઠકો જીતવાનો વિક્રમ તોડ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં અત્યાર સુધી ૨૦૦૨માં બીજેપી ૧૨૭ બેઠકો જીતી હતી, જે એની સૌથી વધુ બેઠકો જીતવાનો રેકૉર્ડ હતો. આ રેકૉર્ડ પર બીજેપીએ બ્રેક માર્યો છે.

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા બેઠક પરથી ૧,૯૨,૨૬૩ મતથી તેમનો જ ગઈ ચૂંટણીનો રેકૉર્ડ તોડીને વિજય મેળવ્યો છે. બીજી તરફ વિપક્ષના નેતા સુખરામ રાઠવાને જેતપુર બેઠક પર હારનો સામનો કરવો પડ્યો છે.

આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (આપ)ની એન્ટ્રીથી ત્રિપાંખિયો ચૂંટણીજંગ ખેલાયો હતો, એમાં ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીનું ઝાડુ કૉન્ગ્રેસના મતો પર ફરી વળ્યું છે. ગુજરાતની ઘણીબધી બેઠકો પર કૉન્ગ્રેસના ઉમેદવારોના મતોમાં આમ આદમી પાર્ટીએ ભાગ પડાવ્યો હોય એને નકારી ન શકાય. એવી બેઠકો પણ જોવા મળી છે કે કૉન્ગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોના મતનો સરવાળો કરીએ તો બીજેપીના ઉમેદવાર કરતાં વધી જાય છે. જોકે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી બીજેપીને ફાયદો થયો હોવાનું પણ નકારી ન શકાય.

બીજી તરફ પક્ષપલટો કરીને બીજેપીમાં જોડાયેલા આંદોલનકારી નેતાઓ વિરમગામની બેઠક પરથી હાર્દિક પટેલ અને ગાંધીનગર સાઉથની બેઠક પરથી અલ્પેશ ઠાકોરની જીત થઈ છે.

આ ઉપરાંત બીજેપીની જીતમાં ગુજરાતનાં ચાર શહેરોના મતદારોનો પણ મહત્ત્વનો ફાળો રહ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટની મૅક્સિમમ બેઠકો બીજેપી જીતી છે.

"મેં વચન આપ્યું હતું ભૂપેન્દ્રને કે નરેન્દ્રનો રેકૉર્ડ તૂટે એ માટે શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટો જનાદેશ બીજેપીને આપીને લોકોએ નવો ઇતિહાસ રચ્યો છે. અઢી દાયકાથી સતત સરકારમાં હોવા છતાં આવો પ્રેમ અભૂતપૂર્વ છે." : વડા પ્રધાન નરેન્દ્ર મોદી

09 December, 2022 08:15 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ગુજરાત સમાચાર

ગુજરાતમાં લોકસભાની તમામ ૨૬ બેઠક જીતીને હૅટ-ટ્રિક કરવાનું બીજેપીનું લક્ષ્ય

વિરોધીઓની ડિપોઝિટ ડૂલ થાય એ રીતે લોકસભાની ચૂંટણી જીતવાનો ટાર્ગેટ રખાયો સુરેન્દ્રનગરમાં બીજેપીની કાwરોબારીમાં

25 January, 2023 10:35 IST | Ahmedabad | Shailesh Nayak
ગુજરાત સમાચાર

Gujarat: અમિત ચાવડા ધારાસભ્ય દળના નેતા બન્યા, જાણો ઉપ નેતા કોણ?

ગુજરાતમાં કૉંગ્રેસે મંગળવારે અમિત ચાવડાને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે નિમણૂક કરવામાં આવી છે.

17 January, 2023 07:22 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
ગુજરાત સમાચાર

ઉત્તરાયણ, દિવાળી અને નવરાત્રિનું ફ્યુઝન

અમદાવાદમાં રાત પડતાં જ ઉત્તરાયણનું પર્વ જાણે કે દિવાળી પર્વમાં ફેરવાઈ ગયું હોય એમ ફટાકડા ફૂટ્યા અને ઉત્સવપ્રેમીઓ ગરબે પણ ઘૂમ્યા : નેતાઓએ પતંગ ચગાવી

15 January, 2023 09:05 IST | Ahemdabad | Shailesh Nayak

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK