° °

આજનું ઇ-પેપર
Monday, 06 February, 2023


Gujarat Election:વૃદ્ધ મતદારો માટે ખાસ વ્યવસ્થા, 100 વર્ષના દાદીનો ઉત્સાહ તો જુઓ

01 December, 2022 02:04 PM IST | Ahmedabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ વખતે ગુજરાત ચૂંટણી(Gujarat Election 2022)માં 80થી 100 વર્ષના વરિષ્ઠ મતદાતાઓ માટે મતદાન કેન્દ્ર સુધી પહોંચવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

100 વર્ષના કમુબેને કર્યુ મતદાન Gujarat Election

100 વર્ષના કમુબેને કર્યુ મતદાન

ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly Election 2022)માં પહેલા તબક્કા માટે 89 બેઠકો પર મતદાન યથાવત છે. વોટિંગ માટે યુવાઓથી લઈ વૃદ્ધ મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વલસાડ જિલ્લાના ઉમરગામમાં 100 વર્ષના કમુબેન લાલુભાઈ પટેલ( valsad Kamuben Patel Vote)એ પોલિંગ બુથ પર જઈને મતદાન કર્યુ. તો બીજી બાજુ ચોર્યાસી વિધાનસભાના સચિનના રહેવાસી 104 વર્ષીય ગંગાબેન, જે પોતાના વિધાનસભાના મતદારોમાં સૌથી વૃદ્ધ મતદાર છે, જેમણે પણ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. 

આ વખતે ગુજરાત ચૂંટણી(Gujarat Election 2022)માં 80થી 100 વર્ષના વરિષ્ઠ મતદાતાઓ માટે મતદાન કેન્દ્ર સુધી પહોંચવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ઈચ્છુક વૃદ્ધવર્ગ મતદારોને મતદાન કેન્દ્ર પર આવવાની અને ઘરે પરત મોકલવાની પણ વ્યવસ્થા છે. જો કોઈ મતદાન કેન્દ્ર પર આવવા સક્ષમ ન હોય તો ચૂંટણી અધિકારો તેમના ઘરે જઈને તેઓનો મત લઈ શકે તેવી સુવિધા પણ ઉપલબ્ધ છે. જેના માટે એક ફોર્મ ભરવાની પ્રક્રિયા રહેશે. 

મતદાન પહેલા એક કલાકમાં 4.92 ટકા મતદાન કરવામાં આવ્યું. સૌથી ઓછું મતદાન સુરતની કતારગામ બેઠક પર થયું છે. અહીંથી AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા(Gopal Italia)ચૂંટણી લડી રહ્યાં છે. રાજ્યના 19 જિલ્લાની આ બેઠકો પર 788 ઉમેદવારો જંગની મેદાનમાં છે. પહેલા તબક્કામાં બે કરોડથી વધુ લોકો મતદાન કરશે. આજે જે બેઠકો પર ખાસ નજર રહેશે તે છે, જામગનર, મોરબી, કચ્છ, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ.

આ પણ વાંચો:Gujarat Election: સાઈકલ પર સિલિન્ડર લઈને મત આપવા પહોંચ્યા આ જાણીતા કોંગ્રેસ ઉમેદવાર

વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં પહેલા તબક્કાના મતદાન માટે ટ્વિટ કર્યુ છે. તેમણે લખ્યું છે, "આજે ગુજરાત ચૂંટણીના મતદાનનો પહેલો તબક્કો છે. હું આજે મતદાન કરનાર તમામ લોકોને વિશેષરૂપથી પહેલીવાર મતદાન કરનાર મતદાતાઓને રેકોર્ડ સંખ્યામાં પોતાનો મતાધિકારનો પ્રયોગ કરવાનું આહ્વાન કરું છું. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

01 December, 2022 02:04 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ગુજરાત સમાચાર

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરોડો રૂપિયાનું ક્રિકેટ-સટ્ટા રૅકેટ ઝડપ્યું

ગુજરાતમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરોડો રૂપિયાના ક્રિકેટ-સટ્ટા બૅટિંગનું રૅકેટ ઝડપ્યું છે.

05 February, 2023 09:49 IST | Ahmedabad | Shailesh Nayak
ગુજરાત સમાચાર

હિલેરી ક્લિન્ટન ગુજરાતનાં મહેમાન બનશે, ઇલા ભટ્ટને અંજલિ આપશે

આજથી બે દિવસની વિઝિટ દરમ્યાન તેઓ ધ્રાંગધ્રાની મુલાકાત લેશે અને ‘સેવા’ની ગ્રામીણ પહેલના ભાગરૂપે આગરિયાઓ સાથે વાતચીત કરશે

05 February, 2023 09:17 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ગુજરાત સમાચાર

કચ્છના રણમાં યોજાશે ટૂરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠક

G20 અંતર્ગત ૭થી ૯ ફેબ્રુઆરી દરમ્યાન યોજાનારી આ બેઠકમાં દેશ-વિદેશના પ્રતિનિધિઓ ભાગ લેવા આવશે

04 February, 2023 12:01 IST | Ahmedabad | Shailesh Nayak

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK