° °

આજનું ઇ-પેપર
Friday, 02 December, 2022


ગુજરાતમાં છે ૧૦,૩૫૭ શતાયુ મતદારો

23 November, 2022 10:17 AM IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સૌથી વધુ ૧૫૦૦ અમદાવાદ જિલ્લામાં અને સૌથી ઓછા આઠ મતદારો ડાંગ જિલ્લામાં

અમદાવાદમાં ૧૦૦ વર્ષનાં મતદાતા વિમળાબહેન રાઠોડનું જમાલપુર ખાડિયા બેઠકના બીજેપીના ઉમેદવાર ભૂષણ ભટ્ટે શાલ ઓઢાડીને સ્વાગત કર્યું હતું Gujarat Election

અમદાવાદમાં ૧૦૦ વર્ષનાં મતદાતા વિમળાબહેન રાઠોડનું જમાલપુર ખાડિયા બેઠકના બીજેપીના ઉમેદવાર ભૂષણ ભટ્ટે શાલ ઓઢાડીને સ્વાગત કર્યું હતું

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી છે ત્યારે જેમણે કંઈકેટલીય ચૂંટણી જોઈ નાખી છે એવા ૧૦,૩૫૭ જેટલા ૧૦૦ વર્ષ કે એથી વધુ ઉંમરના મતદારો ગુજરાતમાં છે, જેમાં સૌથી વધુ ૧૫૦૦ અમદાવાદ જિલ્લામાં અને સૌથી ઓછા ૮ શતાયુ મતદારો ડાંગ જિલ્લામાં છે. જ્યારે ઉમેદવારની હાર-જીત માટે એક-એક મત મહત્ત્વનો હોય છે ત્યારે આ વડીલ મતદારોના મતનું મૂલ્ય પણ અમૂલ્ય બની રહે છે.

ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ શતાયુ મતદારોની માહિતી આપતાં કહ્યું હતું કે ‘ગુજરાત વિધાનસભામાં આ વખતે કુલ ૪,૯૧,૩૫,૪૦૦ મતદાર પૈકી ૧૦,૩૫૭ મતદાર ૧૦૦ વર્ષ કે એથી વધુની વયના છે. આ મતદાતાઓ લોકશાહીને વધુ મજબૂત બનાવવા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ શતાયુ મતદારો પૈકી પ્રથમ તબક્કામાં ૮૯ બેઠક પર ૫,૧૧૫ મતદાર અને બીજા તબક્કામાં ૯૩ બેઠક પર ૫,૨૪૨ શતાયુ મતદાર મતદાન કરશે. ૧૦૦ વર્ષ કે એથી વધુની ઉંમરના સૌથી વધુ ૧૫૦૦ મતદાર અમદાવાદ જિલ્લામાં, ૭૧૬ વડોદરા જિલ્લામાં, ૬૨૮ ભાવનગર જિલ્લામાં, ૫૪૭ રાજકોટ જિલ્લામાં અને ૫૩૧ મતદાર દાહોદ જિલ્લામાં છે, જ્યારે સૌથી ઓછા શતાયુ મતદાર ડાંગ જિલ્લામાં ૮, તાપી જિલ્લામાં ૬૭, નર્મદા જિલ્લામાં ૬૯, પોરબંદર જિલ્લામાં ૧૦૯ અને પાટણ જિલ્લામાં ૧૨૫ નોંધાયા છે.’

સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં ૬૨૮, રાજકોટમાં ૫૪૭, કચ્છમાં ૪૪૪, જૂનાગઢમાં ૩૯૫, અમરેલીમાં ૩૭૨, જામનગરમાં ૨૯૮, ગીર સોમનાથમાં ૨૭૮, સુરેન્દ્રનગરમાં ૨૭૮, મોરબીમાં ૧૭૫, દેવભૂમિ દ્વારકામાં ૧૭૪, બોટાદમાં ૧૬૮ અને પોરબંદર જિલ્લામાં ૧૦૯ શતાયુ મતદાર છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં ૩૮૨, ગાંધીનગરમાં ૨૬૦, મહેસાણામાં ૨૩૮, અરવલ્લીમાં ૨૦૦, સાબરકાંઠામાં ૧૬૪ શતાયુ મતદાર છે. મધ્ય ગુજરાતમાં વડોદરામાં ૭૧૬, દાહોદમાં ૫૩૧, આણંદમાં ૩૩૨, ભરૂચમાં ૩૧૨, ખેડામાં ૨૮૦, પંચમહાલમાં ૨૩૭, છોટાઉદેપુરમાં ૧૪૫, મહીસાગરમાં ૧૩૨ તેમ જ નર્મદા જિલ્લામાં ૬૯ શતાયુ મતદાર છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લામાં ૪૨૨, વલસાડમાં ૨૩૮ અને નવસારી જિલ્લામાં ૧૩૩ શતાયુ મતદાર છે.

ચૂંટણીપંચે ૮૦ વર્ષથી વધુ વયના મતદારો પૈકી જેમણે ઘરે બેઠા મતદાન કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે તેમના ઘરે જઈને મતદાન કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને જે વરિષ્ઠ મતદારોને મતદાન કેન્દ્રમાં જઈને મતદાન કરવું હોય તેમના માટે સવલત ઊભી કરી છે.

23 November, 2022 10:17 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ગુજરાત સમાચાર

Gujarat Election: ડિજિટલ ઈન્ડિયા અંગે કીર્તિદાન ગઢવીનો આ સવાલ કેટલો સાચો?!

બાદમાં ઓરીજનલ ડોક્યુમેન્ટ સાથે ન હોવાના કારણે તેમણે ઝેરોક્ષ કોપીમાં સહી કરીને ચૂંટણી અધિકારીને રજૂ કરી હતી.

01 December, 2022 06:09 IST | Rajkot | Gujarati Mid-day Online Correspondent
ગુજરાત સમાચાર

Gujarat: એવું પોલિંગ બૂથ જ્યાં થાય છે 100 ટકા મતદાન, માત્ર એક વ્યકિત આપે છે મત

પહેલા ચરણમાં વોટિંગ માટે ચૂંટણી પંચ તરફથી 14 હજારથી વધારે પોલિંગ બૂથ બનાવવામાં આવ્યા છે, જ્યાં સુરક્ષાનું બંધોબસ્ત છે અને લોકો ઈવીએમ દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.

01 December, 2022 03:42 IST | Gujarat | Gujarati Mid-day Online Correspondent
ગુજરાત સમાચાર

Gujarat Election:વૃદ્ધ મતદારો માટે ખાસ વ્યવસ્થા, 100 વર્ષના દાદીનો ઉત્સાહ તો જુઓ

આ વખતે ગુજરાત ચૂંટણી(Gujarat Election 2022)માં 80થી 100 વર્ષના વરિષ્ઠ મતદાતાઓ માટે મતદાન કેન્દ્ર સુધી પહોંચવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

01 December, 2022 02:04 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK