° °

આજનું ઇ-પેપર
Tuesday, 06 December, 2022


અરે, પગે નહીં લાગવાનું, બહેન-દીકરીઓ થોડી પગે લાગે!

22 November, 2022 08:44 AM IST | Ahmedabad
Rashmin Shah | rashmin.shah@mid-day.com

ગુજરાત વિધાનસભા અંતર્ગત સ્પીચ આપવા ધોરાજી ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કુતિયાણા વિધાનસભાનાં બીજેપીનાં કૅન્ડિડેટ એવાં ઢેલીબહેન ઓડેદરાને આ શબ્દો કહીને દૂરથી જ અટકાવી દીધાં

તસવીર : દર્શન ચોટલિયા Gujarat Election

તસવીર : દર્શન ચોટલિયા

ગુજરાત વિધાનસભાના ઇલેક્શનની પ્રચારયાત્રા જ્યારે ચરમસીમા પર પહોંચવા માંડી છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ પાર્ટીના પ્રચારાર્થે ગુજરાત આવ્યા છે. ધોરાજીમાં કરેલી જાહેર સભામાં આસપાસના સો કિલોમીટરના વિસ્તારના તમામ કૅન્ડિડેટને નરેન્દ્ર મોદીએ પોતાની સભામાં હાજર રહેવાનો આદેશ આપ્યો હતો, જેમાં કુતિયાણા વિધાનસભા બેઠકનાં બીજેપીનાં કૅન્ડિડેટ ઢેલીબહેન ઓડેદરા પણ હાજર હતાં.

નરેન્દ્ર મોદીને મળતી વખતે ઢેલીબહેન તેમને પગે લાગવા માટે આગળ વધ્યાં કે તરત જ નરેન્દ્ર મોદીએ તેમને રોકી દીધાં અને કહ્યું, ‘અરે, પગે નહીં લાગવાનું. બહેન-દીકરીઓ થોડી પગે લાગે?’
ઢેલીબહેનને નરેન્દ્ર મોદીએ દૂરથી જ નમસ્કારનો ભાવ દર્શાવી કહ્યું પણ ખરું, ‘આમ નમસ્તે કરો એ સમજાય, પગે નહીં લાગવાનું.’

ઢેલીબહેન ઓડેદરાની બાજુમાં ઊભેલા ખેડૂતનેતા વિઠ્ઠલ રાદડિયાના દીકરા અને જામકંડોરણા વિધાનસભાના કૅન્ડિડેટ જયેશ રાદડિયાને જોઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદી હસતાં-હસતાં બોલ્યા પણ ખરા, ‘આ બધા પગે લાગે તો સમજાય.’

22 November, 2022 08:44 AM IST | Ahmedabad | Rashmin Shah

અન્ય લેખો

ગુજરાત સમાચાર

ચૂંટણીનો બીજો તબક્કો : મતદાનમથકેથી લાઇવ અગેઇન

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં માંડ ૬૦ ટકા જેટલું મતદાન થવાથી ચોંકી ઊઠેલા ત્રણેય પક્ષોએ બીજા તબક્કામાં ભરપૂર મતદાન થાય એ માટે ભરપૂર મહેનત કરી છે

06 December, 2022 08:56 IST | Ahmedabad | Kiran Joshi
ગુજરાત સમાચાર

ફરી બીજેપી

આવું હવે લગભગ તમામ એક્ઝિટ પોલ્સે ગઈ કાલે કહી દીધું: ગુજરાતમાં મતદાન ઓછું કે વધુ, પણ પરિણામમાં કોઈ ફરક નહીં પડે એવું એક્ઝિટ પોલ્સ પરથી લાગે છે : બીજેપીનો ઘોડો છે વિનમાં

06 December, 2022 08:46 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ગુજરાત સમાચાર

Gujarat Election:આ ગામના મુસ્લિમોએ મતદાનનો કર્યો બહિષ્કાર,કારણ જાણી થશે આશ્ચર્ય

ખેડા જિલ્લામાં પોલીસ કર્મચારીઓએ કેટલાક મુસ્લિમોની ધરપકડ પણ કરી હતી બાદમાં તેને થાંભલા સાથે બાંધીને તેમની મેથીપાક ચખાડવામાં આવ્યો હતો.

05 December, 2022 06:23 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK