Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > Gujarat Election: વિરમગામમાં હાર્દિક સમક્ષ 10 વર્ષ પછી ભાજપને જીતાડવાનો પડકાર

Gujarat Election: વિરમગામમાં હાર્દિક સમક્ષ 10 વર્ષ પછી ભાજપને જીતાડવાનો પડકાર

30 November, 2022 01:11 PM IST | Ahmedabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

હાર્દિક પહેલીવાર વિધાનસભા ચૂંટણીમાં નસીબ અજમાવી રહ્યો છે. તેમણે ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને સમર્થન આપ્યું હતું અને પછી કોંગ્રેસમાં જોડાયા હતા.

હાર્દિક પટેલ

Gujarat Election

હાર્દિક પટેલ


ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Election 2022)માટે પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના કલાકો બાકી છે. અમદાવાદ (Ahmedabad)જિલ્લામાં આવતા વિરમગામ વિધાનસભા  (Viramgam Seat)મતવિસ્તાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌથી ચર્ચિત બેઠકો પૈકીની એક છે. જેનું કારણ છે હાર્દિક પટેલ. ગત વિધાનસભા ચૂંટણીમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા પાટીદાર આંદોલનના યુવા નેતા હાર્દિક પટેલ (Hardik Patel)આ બેઠક પરથી મેદાનમાં છે. મે 2022 સુધી કોંગ્રેસના ગુજરાત એકમના કાર્યકારી અધ્યક્ષ રહેલા હાર્દિક પટેલે કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો કેસરિયો ધારણ કર્યો. હાર્દિક પહેલીવાર વિધાનસભા ચૂંટણીમાં નસીબ અજમાવી રહ્યો છે. તેમણે ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને સમર્થન આપ્યું હતું અને પછી કોંગ્રેસમાં જોડાયા હતા.

2022ની વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022)માં ભાજપે હાર્દિક પટેલને ટિકિટ આપી છે. કોંગ્રેસે વર્તમાન ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ પર વિશ્વાસ વ્યક્ત કરી તેમને મેદાનમાં ઉતાર્યા છે. આમ આદમી પાર્ટી (Aam Aadami Party)તરફથી અમરસિંહ ઠાકોર મેદાનમાં છે. છેલ્લા ઘણા સમયથી અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો ચાલી રહ્યો છે. 2017માં આ બેઠક માટે કુલ 22 ઉમેદવારો મેદાનમાં હતા. કોંગ્રેસના લાખાભાઈ ભરવાડે ભાજપની તેજશ્રી પટેલને નીકટની હરીફાઈમાં હરાવ્યા હતા જ્યારે બાકીના 20 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ હતી.



ભવ્ય ભૂતકાળ, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ


વિરમગામ, જે એક સમયે એશિયાના સૌથી મોટા તાલુકાનો દરજ્જો ધરાવતું હતું, તેની સ્થાપના 1484 માં વિરમદેવ વાઘેલા દ્વારા કરવામાં આવી હતી અને તેમના માનમાં આ સ્થળનું નામ વિરમગામ રાખવામાં આવ્યું હતું. અહીં સ્થિત ઐતિહાસિક મુનસર તાલાબનું નિર્માણ મિનળ દેવીએ કરાવ્યું હતું. માંડલ અને દેત્રોજ અલગ થવાને કારણે પોતાનો દરજ્જો ગુમાવનાર વિરમગામ વિકાસની દોડમાં પણ પાછળ રહી ગયું છે. અમર ઉજાલા ડૉટ કૉમ પ્રમાણે વિરમગામની સ્થિતિથી નારાજ એક નાગરિકનુ કહેવું છે કે "વિરમગામ નાનું શહેર હોવા છતાં અહીંની હાલત ગામડા કરતા પણ ખરાબ છે. અહીં આરોગ્યની સ્થિતિ સારી નથી. 72 બેડમાં સર્જરીની કોઈ વ્યવસ્થા નથી. સરકારી હોસ્પિટલ જોવામાં સારી છે પરંતુ સુવિધા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્તરની છે.

આ પણ વાંચો:તમે માત્ર મતદાર છો કે નાગરિક...? આ સવાલ મનને જરૂર પૂછો


વિરમગામમાં કુલ મતદારોની સંખ્યા 2 લાખ 98 હજાર 936 છે. જેમાં 1 લાખ 54 હજાર 449 પુરૂષ અને 1 લાખ 44 હજાર 484 મહિલા મતદારો છે. ઠાકોર સમાજના સૌથી વધુ મતદારો છે. આ વિસ્તારમાં 55,000 ઠાકોર, 50,000 પાટીદાર, 25,000 દલિત, 19,000 મુસ્લિમ અને લઘુમતી અને 20,000 કોળી પટેલ મતદારો છે. અહીં ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન થશે અને 8 ડિસેમ્બરે મતગણતરી થશે. હવે જોવું રહ્યું કે આ હાર્દિક પટેલને કેટલા મત મળે છે.

Whatsapp-channel Whatsapp-channel

30 November, 2022 01:11 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK