Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > Gujarat Election : આજે પાંચ વાગ્યાથી પ્રથમ તબક્કાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત 

Gujarat Election : આજે પાંચ વાગ્યાથી પ્રથમ તબક્કાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત 

29 November, 2022 06:37 PM IST | Ahmedabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પ્રથમ તબક્કા (First Phase)ની 19 જિલ્લાની 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે મતદાન યોજાનાર છે.

રાજ્યમાં ચૂંટણીને લઈ પાર્ટીઓ વચ્ચે ખરાખરીનો જંગ

રાજ્યમાં ચૂંટણીને લઈ પાર્ટીઓ વચ્ચે ખરાખરીનો જંગ


 2:05 PM  ભાજપનાં ઉમેદવાર ગીતાબા જાડેજાના પતિ જયરાજસિંહની ખુલ્લી ધમકી

  • ગુજરાતમાં ચૂંટણી સમયે ખરાખરીનો જંગ જામ્યો છે. ગોંડલનાં ભાજપનાં ઉમેદવાર ગીતાબા જાડેજાના પતિ જયરાજસિંહની ખુલ્લી ધમકી બાદ રીબડાના અનિરુદ્ધસિંહ મેદાનમાં આવ્યા છે.  બંને જૂથ વચ્ચે વિવાદ વધુ ઉગ્ર બન્યો છે, તેથી ચૂંટણીપંચે ગોંડલ વિધાનસભામાં આવતા બધા વિસ્તારોમાં કડક બંદોબસ્તની સૂચના આપી છે.


12: 45 PM  ભાજપ-પ્રમુખ વેલજીભાઈ સરવૈયાનું અવસાન


  • આજે જેતપુર તાલુકા ભાજપ-પ્રમુખ વેલજીભાઈ સરવૈયાનું હાર્ટ-એટેકને લીધે અવસાન થયું છે. જેથી ભાજપના ઉમેદવાર જયેશ રાદડિયાના તમામ કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા છે. નોંધનીય છે કે ગત રોજ એટલે કે સોમવારે  ભાવનગર કોંગ્રેસના ઉમેદવાર રેવતસિંહ ગોહિલને હાર્ટ અટેકે આવતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022)નું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. પ્રથમ તબક્કા (First Phase)ની 19 જિલ્લાની 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે મતદાન યોજાનાર છે, જેને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યાં છે. જેથી આજે સાંજે પાંચ વાગ્યાથી પ્રથમ તબક્કાની ચૂંટણી માટેના પ્રચાર પડઘમ શાંત થઇ જશે. 


ચૂંટણીની આદર્શ આચાર સંહિતા પ્રમાણે આજે સાંજે પાંચ વાગ્યા બાદ કોઈ પણ રાજકીય પક્ષ ચૂંટણી માટે પ્રચાર કરી શકશે નહીં. જે તે મત વિભાગના મતદાર ન હોય તેવા અને મત વિભાગમાં પ્રચાર અર્થે બહારથી આવેલા કોઈ પણ પક્ષના રાજકીય કાર્યકર્તા પક્ષના પ્રચારકના ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધ રહેશે. 

પહેલા તબક્કામાં  89 બેઠકો માટે 19 જિલ્લાઓમાં મતદાન યોજાશે. જેમાં ક્ચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ,જામનગર,દેવભૂમિ દ્વારકા,પોરબંદર,ગીર સોમનાથ,જૂનાગઢ,, અમરેલી, બોટાદ, ભાવનગર, વલસાડ, નવસારી,ડાંગ,તાપી,સુરત,ભરૂચ અને નર્મદા જેવા જિલ્લાઓ સામેલ છે. 

Whatsapp-channel Whatsapp-channel

29 November, 2022 06:37 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK