હા, રાજકોટમાં માલધારી ભાઈઓએ આ નિર્ણય કર્યો અને એ પછી ગાય-વાછરડાને પોતાની સાથે લઈને મતદાનમથક પહોંચી પણ ગયા બન્ને ભાઈઓ
_d.jpg)
દામુભાઈ માલધારી અને નરેશ માલધારી
મતદાન કરવા માટે ગઈ કાલે મોટા ભાગના લોકો પહેલેથી જ નક્કી કરીને આવ્યા હતા, પણ રાજકોટના બે માલધારી ભાઈઓએ છેક મતદાનમથક સુધી જાતે નિર્ણય લેવાને બદલે મત કોને આપવો એની જવાબદારી પોતાના ઢોરના હિસ્સે રાખી હતી. હા અને એટલે જ તેઓ બન્ને પોતાની ગાય અને એના વાછરડા સાથે મતદાનમથકે પહોંચ્યા હતા.
રાજકોટના વૈશાલીનગર મતવિસ્તારમાં મતદાન કરવા આવેલા દામુભાઈ માલધારી અને નરેશ માલધારીએ ટિપિકલ માલધારી કપડાં પહેર્યાં હતાં અને તેમની સાથે ગાય અને વાછરડું પણ હતાં. આવું કરવાનું કારણ પૂછતાં દામુભાઈ માલધારીએ કહ્યું કે ‘અમારી ગાયમાતા જેને મત આપવાનું કહેશે તેને અમારે મત આપવો એવું અમે નક્કી કર્યું છે. મતદાનમથકમાં જતાં પહેલાં એ અમને સંદેશો આપી દેશે, એ જેને મત આપવાનું કહેશે એ પાર્ટીને અમે મત આપીશું.’
વાઇરસ પછી અનેક પશુધનનાં મોત થતાં બન્ને ભાઈઓએ નક્કી કર્યું હતું કે આ વખતે મતદાન પોતાને માટે નહીં, પણ ગૌમાતા માટે કરવું અને મનોમન લીધેલા નિર્ણય મુજબ તેમણે ગાયને પોતાની સાથે રાખી હતી.