° °

આજનું ઇ-પેપર
Wednesday, 28 July, 2021


૨૦ ડિસેમ્બર પહેલાં દિવાળી ઊજવી તો તમને મારા સમ : શંકરસિંહ

07 November, 2012 06:24 AM IST |

૨૦ ડિસેમ્બર પહેલાં દિવાળી ઊજવી તો તમને મારા સમ : શંકરસિંહ

૨૦ ડિસેમ્બર પહેલાં દિવાળી ઊજવી તો તમને મારા સમ : શંકરસિંહડિસેમ્બર મહિનામાં ગુજરાતમાં થનારા વિધાનસભા ઇલેક્શન માટે ગુજરાતમાં બીજેપી, કૉન્ગ્રેસ અને જીપીપીએ જોરશોરથી કૅમ્પેન શરૂ કરી દીધાં છે અને કાર્યકરોને કામે લાગી જવાનું આહ્વાન આપવા માંડ્યું છે. જોકે ત્રણેય પાર્ટીને અત્યારે જો કોઈ સૌથી મોટું ટેન્શન હોય તો એ આવતા વીકથી શરૂ થતા દિવાળીના તહેવારોની છે. ગઈ કાલે જૂનાગઢમાં રાખવામાં આવેલા કૉન્ગ્રેસ કાર્યકર્તાઓના મહાસંમેલનમાં તો ગુજરાત કૉન્ગ્રેસના સિનિયર નેતા અને ઇલેક્શન કૅમ્પેન કમિટીના ચૅરમૅન શંકરસિંહ વાઘેલાએ તો કૉન્ગ્રેસના કાર્યકર્તાઓને મીઠી ધમકી આપતાં સ્ટેજ પરથી જ કહી દીધું કે ‘આવતા અઠવાડિયે જે આવે છે એ જનરલ દિવાળી છે. આપણી, કૉન્ગ્રેસની દિવાળી વીસમી ડિસેમ્બરે છે એટલે કોઈએ આ દિવાળી ઊજવવી નહીં અને એ પછી પણ આ દિવાળી ઊજવી છે તો તમને સૌને મારા સમ છે...’

ગુજરાત કૉન્ગ્રેસમાં અત્યારે અંદર ખાને તેમના પક્ષના મુખ્ય પ્રધાન માટે નામની બાબતમાં મતમતાંતર ચાલી રહ્યા છે. પાર્ટીના મોટા ભાગના જુનિયર નેતાઓ શંકરસિંહ વાઘેલાને મુખ્ય પ્રધાન બનાવવામાં આવે એવું ઇચ્છે છે જ્યારે દિલ્હીસ્થિત નેતાઓ શંકરસિંહ વાઘેલાને સ્થાને હવે શક્તિસિંહ ગોહિલના નામની વિચારણા કરી રહ્યા છે. આ બાબતમાં શંકરસિંહ વાઘેલાએ ગઈ કાલે કહ્યું હતું કે ‘અત્યારે રાજ્યાભિષેકનો ટાઇમ નથી, અત્યારે જંગ જીતવાનો સમય છે. જંગ જીત્યા પછી રાજ્યાભિષેકની વાતો કરવી જોઈએ.’07 November, 2012 06:24 AM IST |

અન્ય લેખો

ગુજરાત સમાચાર

સોમનાથ મંદિર પર ધ્વજા ચડાવવાનો લહાવો ભાવિકો જાતે લઈ શકશે

આ સિસ્ટમ પાટીદાર અગ્રણી નરેશ પટેલે સોમનાથ મંદિરને અર્પણ કરી છે અને તેમણે ધ્વજાપૂજા કરીને સોમનાથદાદાને ધ્વજા ચડાવી હતી.

27 July, 2021 03:28 IST | Ahmedabad | Shailesh Nayak
ગુજરાત સમાચાર

હવે ગુજરાતમાં વરસાદ તારાજીના મૂડમાં

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે મૉન્સૂન સિસ્ટમ ઍક્ટિવ થવાને લીધે ગઈ કાલે રાજકોટ, જામનગર, મહેસાણા, પંચમહાલ અને સુરત જિલ્લામાં ૭થી ૧૮ ઇંચ વરસાદ

27 July, 2021 02:34 IST | Rajkot | Rashmin Shah
ગુજરાત સમાચાર

ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા અયોધ્યાના મંદિરના માનમાં ભવ્ય રામવન તૈયાર થશે

સુરતનાં હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન દ્વારા આદિવાસી બાળકોના શિક્ષણ માટે કામ કરતી સંસ્થા ‘સરદાર વલ્લભભાઈ પટેલ સ્મૃતિ ટ્રસ્ટ’ સાથે પર્યાવરણીય કાર્યો માટે એમઓયુ થયા છે

26 July, 2021 02:26 IST | Mumbai | Partnered Content

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK