Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > જન્મદિવસે તલવારથી કેક કાપનાર અને હવામાં ફાયરિંગ કરનાર શખ્સની ધરપકડ

જન્મદિવસે તલવારથી કેક કાપનાર અને હવામાં ફાયરિંગ કરનાર શખ્સની ધરપકડ

21 November, 2020 02:30 PM IST | Ahmedabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

જન્મદિવસે તલવારથી કેક કાપનાર અને હવામાં ફાયરિંગ કરનાર શખ્સની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સોશ્યલ મીડિયામાં અનેક વીડિયો વાયરલ થતા હોય છે. ક્યારેક આ વાયરલ વીડિયો મદદરૂપ પણ સાબિત થાય છે. ગુજરાત પોલીસે આવા વાયરલ વીડિયો પરથી કેટલાક ગુનેગારોની ધરપકડ કરી છે. જાહેરમાં ફાયરિંગ કરવા અને તેનો વીડિયો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવા બદલ ગુજરાત પોલીસે અલગ અલગ ઘટનામાં અમદાવાદમાંથી ત્રણ શખ્સની ધરપકડ કરી છે. એક ઘટનામાં જન્મદિવસી ઉજવણી કરવા માટે હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે બીજી દુર્ઘટનામાં શખ્સે જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ફાયરિંગ અને તલવારથી કેક કાપવાનું કૃત્ય કર્યું હતું. તો ત્રીજી ઘટનામાં શખ્સે દિવાળી ઉજવવા માટે ફાયરિંગ કર્યું હતું.

પહેલી ઘટનામાં વટવાના રહેવાસી 25 વર્ષીય ગોપાલ મહેરિયા, જે શાસક પક્ષનો રાજકીય કાર્યકર પણ છે તેણે તેની એરગનથી હવામાં ફાયરિંગ કર્યું હતું અને તેનો 10 સેકન્ડનો વીડિયો સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો. અમદાવાદ મિરરના અહેવાલ પ્રમાણે, વીડિયો વાયરલ થયા બાદ મહેરિયાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ ઈન્સ્ટપેક્ટર ડી આર ગોહિલે જણાવ્યું કે, મહેરિયાની એરગન એટલે કે શસ્ત્ર આર્મ્સ એક્ટ હેઠળ આવે છે કે નહીં તેની તપાસ કરવા માટે અમે તેને પોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં મોકલી છે. અત્યારે મહેરિયા પોલીસ કસ્ટડીમાં છે.



બીજી ઘટનામાં બાપુનગર પોલીસે 25 વર્ષીય દેવ બાદશાહની ધરપકડ કરી છે. જેણે ગત રવિવારે પોતાના જન્મદિવસે 11 કેક તલવારથી કાપી એટલું જ નહીં પણ એરનગનથી રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. બર્થ-ડે પાર્ટીમાં હાજર તેના નવ મિત્રોની પણ પોલીસે ધરપકડ કરી છે. બાપુનગરના પોલીસ ઈન્સપેક્ટર એન કે વ્યાસે કહ્યું હતું કે, વાયરલ થયેલા વીડિયો પરથી ઓળખાણ કરીને દસ જણની ધરપકડ કરવામાં આવી છે.


ત્રીજી ઘટનામાં મેઘાણીનગર પોલીસે 42 વર્ષીય યોગેશસિંહ તોમરની ધરપકડ કરી છે. તોમરે દિવાળીની ઉજવણીના ભાગરૂપે તેની રિવોલ્વર ભત્રીજા અને બનેવીને આપી હતી. મેઘાણીનગર પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટર જે એલ ચૌહાણે કહ્યું હતું કે, અમે તોમરની લાઇસન્સ ન ધરાવતા તેના સંબંધીઓને રિવોલ્વર આપવા બદલ અટકાયત કરી છે. ગુના માટે ત્રણેયને ત્રણથી પાંચ વર્ષની જેલની સજા થઈ શકે છે.

આમ ત્રણેય ઘટનાના આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે અને કાર્યવાહી ચાલુ છે.


Whatsapp-channel Whatsapp-channel

21 November, 2020 02:30 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK