Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાત વિધાનસભામાં બીજા દિવસે પણ હંગામો

ગુજરાત વિધાનસભામાં બીજા દિવસે પણ હંગામો

23 September, 2022 08:48 AM IST | Ahmedabad
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

OBC અનામત, લમ્પી વાઇરસના મુદ્દે ગૃહ ગરમાયું: કૉન્ગ્રેસના વિધાનસભ્યોએ વૉકઆઉટ કર્યો: વિધાનસભા પરિસરમાં સૂત્રોચ્ચાર કર્યા: પ્લૅકાર્ડ દ્વારા દેખાવો કર્યા: ૨૭ ટકા અનામત આપવા માગણી કરી: મોંઘવારી સહિતના મુદ્દાઓને લઈને કૉન્ગ્રેસના વિધાનસભ્યોએ ઉઠાવ્યા સવાલો

ગુજરાત વિધાનસભા પરિસરમાં ગઈ કાલે પ્લૅકાર્ડ સાથે દેખાવો કરી રહેલા કૉન્ગ્રેસના વિધાનસભ્યો

ગુજરાત વિધાનસભા પરિસરમાં ગઈ કાલે પ્લૅકાર્ડ સાથે દેખાવો કરી રહેલા કૉન્ગ્રેસના વિધાનસભ્યો


ગુજરાત વિધાનસભામાં ગઈ કાલે સતત બીજા દિવસે પણ હંગામો મચ્યો હતો. ઓબીસી અનામત તેમ જ ગાયોમાં લમ્પી રોગના મુદ્દે કૉન્ગ્રેસે ચર્ચા કરવા માગણી કરી હતી અને ગૃહમાં હોબાળો મચ્યો હતો. ગૃહમાંથી કૉન્ગ્રેસના વિધાનસભ્યોએ વૉકઆઉટ કર્યો હતો. વિધાનસભા પરિસરમાં કૉન્ગ્રેસના વિધાનસભ્યોએ પ્લૅકાર્ડ હાથમાં લઈને અને સૂત્રોચ્ચાર કરીને ૨૭ ટકા અનામત આપવા માગણી કરતા દેખાવો કર્યા હતા.

ગુજરાત વિધાનસભામાં ગઈ કાલે મોંઘવારી, ગાયોમાં લમ્પી રોગ, તેલના ભાવોને લઈને કૉન્ગ્રેસના વિધાનસભ્યોએ સવાલો ઉઠાવ્યા હતા અને સરકારને ઘેરવાના પ્રયાસ કર્યા હતા. કેટલાક વિધાનસભ્યો વેલમાં ધસી આવ્યા હતા.



કૉન્ગ્રેસના વિધાનસભ્ય અમિત ચાવડાએ મીડિયા સમક્ષ આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘ગુજરાતમાં બાવન ટકા વસ્તી ધરાવતો બક્ષીપંચ સમાજ ઉપરાંત દલિત સમાજ, આદિવાસી સમાજ, લઘુમતી સમાજને અન્યાય કરવામાં આવી રહ્યો છે. આ સમાજો માટે પૂરતી રકમ ફાળવવામાં આવતી નથી. બક્ષીપંચ સમાજને બીજેપીની સરકારમાં અન્યાય થયો છે. એસ.ટી.,એસ.સી., ઓ.બી.સી., માઇનૉરિટી સમાજના વિકાસ માટે – ઉત્થાન માટે નિગમો બન્યાં છે એ નિગમોને નજીવી રકમ ફાળવી આ સમાજોનું અપમાન કરવામાં આવી રહ્યું છે.’ 


Whatsapp-channel Whatsapp-channel

23 September, 2022 08:48 AM IST | Ahmedabad | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK