° °

આજનું ઇ-પેપર
Sunday, 11 April, 2021

વડોદરામાં સોની પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ, 3 સભ્યોનાં મૃત્યુ

04 March, 2021 10:20 AM IST | Ahmedabad | Shailesh Nayak

વડોદરામાં સોની પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ, 3 સભ્યોનાં મૃત્યુ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતની સંસ્કારનગરી વડોદરામાં સમા વિસ્તારમાં રહેતા સોની પરિવારે ગઈ કાલે ઠંડાં પીણાંમાં ઝેરી દવા ભેળવીને સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ માસ સુસાઇડ અટૅમ્પની કાળજુ કંપાવી દે તેવી ઘટનામાં સોની પરિવારના એક બાળક સહિત ત્રણ સભ્યોનાં મૃત્યુ થયાં છે જ્યારે ત્રણ સભ્યોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડાયા છે.

વડોદરાના સમા વિસ્તારમાં આવેલી સ્વાતી સોસાયટીમાં ભાડે રહેતા નરેન્દ્ર સોનીના પરિવારના છ સભ્યો ગઈ કાલે બપોરે તેમના ઘરમાં કોઈ અગમ્ય કારણોસર ઠંડાં પીણાંની અંદર ઝેરી દવા ભેળવીને પી ગયા હતા. આપઘાત કર્યા બાદ ઘરના એક સભ્યે ૧૦૮ને ફોન કર્યો હોવાની વિગતો બહાર આવી છે. જેના કારણે ૧૦૮ની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ આ દરમ્યાન ઘરના ત્રણ સભ્યોનાં મૃત્યુ થયાં હતાં. વડોદરા પોલીસે મીડિયાને આ ઘટના અંગે કહ્યું હતું કે આજુબાજુ પાડોશીઓના કહેવા મુજબ ઘરના મોભી છેલ્લા એક દોઢ વર્ષથી ફાઇનૅશ્યલી એક્ટિવ નહોતા, એટલે આર્થિક ભીંસ એક મોટું કારણ હોવાનું અત્યારે હાલપૂરતું લાગી રહ્યું છે.

04 March, 2021 10:20 AM IST | Ahmedabad | Shailesh Nayak

અન્ય લેખો

ગુજરાત સમાચાર

ગુજરાતમાં જનતાના એકત્રિત થવા પર રોક, પણ નેતાઓનો કાર્યક્રમ બેરોકટોક

નવનિર્મિત પ્રવેશદ્વારનું નીતિન પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે સમારંભમાં મોટી સંખ્યામાં મહેમાનોની હાજરી

09 April, 2021 11:13 IST | Mehsana | Gujarati Mid-day Correspondent
ગુજરાત સમાચાર

ગુજરાતમાં ટેરર મૉડ્યુલનો પર્દાફાશ

આ કેસમાં વિદેશસ્થિત બાબા પઠાણનું નામ સામે આવ્યું જે સ્લીપર સેલ જેવું કામ કરે છે.

08 April, 2021 12:21 IST | Ahmedabad | Shailesh Nayak
ગુજરાત સમાચાર

ગુજરાતનાં નાનાં શહેરો અને ગામોમાં સ્વયંભૂ બંધનો નિર્ણય

વડોદરા વેપાર વિકાસ અસોસિએશને સાત દિવસ લૉકડાઉન રાખવા અપીલ કરી

08 April, 2021 11:32 IST | Ahmedabad | Shailesh Nayak

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK