Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ‘મુસ્કુરાઈયે ક્યૂં કી અબ આપ સબ ભારત કે નાગરિક હૈં’

‘મુસ્કુરાઈયે ક્યૂં કી અબ આપ સબ ભારત કે નાગરિક હૈં’

13 September, 2023 09:45 AM IST | Ahmedabad
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પાકિસ્તાનથી આવેલા ૧૦૮ હિન્દુઓને ભારતીય નાગરિકતાનાં સર્ટિફિકેટ આપીને આમ કહ્યું : અત્યાર સુધી અમદાવાદ જિલ્લા કલેક્ટરે કુલ ૧૧૪૯ પાકિસ્તાની હિન્દુ નિર્વાસિતોને ભારતીય બનાવ્યા

ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પાકિસ્તાનથી સ્થળાંતર કરીને અમદાવાદ આવેલી ૧૦૮ વ્યક્તિઓને ભારતીય નાગરિકતાનાં પ્રમાણપત્ર આપ્યાં હતાં.

ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પાકિસ્તાનથી સ્થળાંતર કરીને અમદાવાદ આવેલી ૧૦૮ વ્યક્તિઓને ભારતીય નાગરિકતાનાં પ્રમાણપત્ર આપ્યાં હતાં.


પાકિસ્તાનથી સ્થળાંતર કરીને ભારત આવીને અમદાવાદમાં રહેતા ૧૦૮ પાકિસ્તાની નાગરિકોને ગઈ કાલે ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ભારતીય નાગરિકતાનાં સર્ટિફિકેટ આપીને ભારતીય બનાવ્યા હતા અને તેમના માટેની આ યાદગાર ક્ષણોને લઈને કહ્યું હતું કે ‘દર વર્ષે આ દિવસને તમે જન્મદિવસની જેમ ઊજવશો.’


અમદાવાદમાં ગઈ કાલે પાકિસ્તાનના હિન્દુ નિર્વાસિતોને ઇન્ડિયન સિટિઝનશિપ સર્ટિફિકેટ આપવાનો કૅમ્પ યોજાયો હતો, જેમાં મૂળ પાકિસ્તાનના ૧૦૮ નાગરિકો કે જેઓ સ્થળાંતર કરીને ભારત આવીને અમદાવાદમાં રહેતા હતા તેમને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયાં હતાં.



આ પ્રસંગે ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ભારતીય નાગરિકતા મેળવનાર ૧૦૮ વ્યક્તિઓને આવકારીને હળવા મૂડમાં કહ્યું હતું કે ‘મુસ્કુરાઈયે ક્યૂં કી અબ આપ સબ ભારત કે નાગરિક હૈં. આજનો દિવસ તમારા જીવનમાં અતિ મહત્ત્વનો છે. દર વર્ષે આ દિવસને તમે જન્મદિવસની જેમ જ ઊજવશો એવો વિશ્વાસ છે. ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર મેળવનારા ૧૦૮ પરિવારોનાં ઘરોમાં દિવાળી જેવો માહોલ છે, કેમ કે આજે તેઓ ભારતીય નાગરિક બન્યા છે. આજથી તમે ભારત દેશના નાગરિક બન્યા છો. નાગરિક તરીકે તમને બધાને અધિકારો મળશે તથા સરકારની તમામ યોજનાઓનો લાભ પણ મળી શકશે. ગુજરાતમાં તમે સૌ સલામતીનો અનુભવ કરી શકશો.’


તેઓએ વધુમાં કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બંગલાદેશના પીડાઓ વેઠતા અનેક લઘુમતીઓને, હિન્દુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા આસાનીથી અને ઝડપી મળે એ માટે પ્રયાસો કર્યા છે. એને પરિણામે આજે તમે ભારતના નાગરિક બની શક્યા છો.’

અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લા કલેક્ટરે કુલ ૧૧૪૯ પાકિસ્તાની હિન્દુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા આપી છે. આ પ્રસંગે અમદાવાદ જિલ્લાના કલેક્ટર પ્રવીણા ડી.કે., સિંધ માઇનૉરિટી માઇગ્રન્ટ્સ અસોસિએશનના હોદેદ્દારો અને લાભાર્થીઓના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

13 September, 2023 09:45 AM IST | Ahmedabad | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK