° °

આજનું ઇ-પેપર
Thursday, 13 May, 2021


અમદાવાદની હૉસ્પિટલમાં લોકોના વિરોધ બાદ સત્તાધીશો જાગ્યા

01 May, 2021 02:02 PM IST | Ahmedabad | Shailesh Nayak

૭૧ ઑફિસર અને વધુ સ્ટાફની નિયુક્તિ: હવે ૫૦૦થી પણ વધુ દરદીઓ સારવાર હેઠળ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

કોરોનાની મહામારી વચ્ચે ગુજરાત સરકાર અને ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશનના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ગુજરાત કન્વેન્શન હૉલ ખાતે કાર્યરત કરવામાં આવેલી ધન્વંતરી કોવિડ હૉસ્પિટલમાં ગઈ કાલે ભારતીય નૌસેનાના ૭૧ મેડિકલ ઑફિસર અને પૅરામેડિકલ સ્ટાફ ફરજ પર જોડાયો હતો.

આ હૉસ્પિટલમાં કોરોના દરદીઓને ઍડ્મિશન માટે થઈને છેલ્લા કેટલાક દિવસથી માથાકૂટ થતી હતી.

એમાં પણ ગુરુવારે હૉસ્પિટલમાં દરદીઓને સારવાર માટે ઍડ્મિશનને લઈને ભારે હંગામો મચ્યો હતો. દરદીઓને સારવાર માટે મુશ્કેલી ઊભી થતાં એ દૂર કરવા માટે સત્તાતંત્રએ પ્રયાસો હાથ ધર્યા હતા.

૯૦૦ બેડની ક્ષમતા સામે આ હૉસ્પિટલમાં ગઈ કાલ સુધીમાં ૫૦૦થી વધુ દરદીઓ આઇ.સી.યુ. અને ઑક્સિજન વૉર્ડમાં સારવાર હેઠળ હતા. તબક્કાવાર વધુ દરદીઓને સારવાર આપી શકાય એ માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

01 May, 2021 02:02 PM IST | Ahmedabad | Shailesh Nayak

અન્ય લેખો

ગુજરાત સમાચાર

ગુજરાતના સુરતમાં મ્યુકોરમાઈકોસિસના બે કેસ નોંધાયા

મ્યુકોરમાઈકોસિસના કેસમાં ઝડપથી થઈ રહ્યો છે વધારો

13 May, 2021 05:52 IST | Surat | Gujarati Mid-day Online Correspondent
ગુજરાત સમાચાર

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ૪ દેશી બૉમ્બ સાથે એક શખ્સની ધરપકડ કરી

રિવરફ્રન્ટ વિસ્તારમાંથી પકડાયેલો આરોપી રીઢો ગુનેગાર છે

13 May, 2021 03:45 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
ગુજરાત સમાચાર

ગુજરાતમાં કોરોના યોદ્ધાઓએ જ કરવા પડ્યાં ધરણાં અને પ્રદર્શન

સમાન કામ, સમાન વેતન, પીએફ, મેડિકલ ભથ્થાં, એરિયર્સ સહિતના પ્રશ્નોનો ઉકેલ ન આવતાં વિશ્વ નર્સિસ દિને નર્સોએ અને ડૉક્ટરોએ કર્યા વિરોધી દેખાવો

13 May, 2021 02:02 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK