° °

આજનું ઇ-પેપર
Tuesday, 15 June, 2021


એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી બનાવશે કોવિડ-વિજિલન્સ

07 June, 2021 07:44 AM IST | Rajkot | Rashmin Shah

જે પ્રોડક્શન-હાઉસ કે આર્ટિસ્ટ-ક્રૂ કોવિડની ગાઇડલાઇનનું પાલન નહીં કરતાં હોય તેને રંગેહાથ પકડી સ્ટ્રિક્ટ પગલાં લેવાનું કામ કરશે : બે-ચાર લોકોની બેદરકારીનું પરિણામ ઇન્ડસ્ટ્રીએ ભોગવવું ન પડે એ માટે આ કવાયત

‘કસૌટી ઝિંદગી કી’ના સેટ પર શૂટિંગની તૈયારીનો ફાઇલ ફોટો.

‘કસૌટી ઝિંદગી કી’ના સેટ પર શૂટિંગની તૈયારીનો ફાઇલ ફોટો.

ક્લાસરૂમમાં તોફાન કરતા કે ટીચરની વાત ન માનતા સ્ટુડન્ટ્સને પકડવાનું કામ જેમ મૉનિટર કરતા હોય કે પછી ભ્રષ્ટાચાર કરનારાઓને રંગેહાથે પકડવાનું કામ વિજિલન્સ કરે એવી જ રીતે હવે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં પણ કોવિડ-વિજિલન્સ બનાવવામાં આવશે, જે સેટ પર બેદરકારી દાખવીને કોવિડની ગાઇડલાઇનનું પાલન નહીં કરતા હોય તેમની સામે સ્ટ્રિક્ટ પગલાં લેશે. ઇન્ડિયન ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ડિરેક્ટર્સ અસોસિનએશનના પ્રેસિડન્ટ અશોક પંડિતે કહ્યું કે ‘આ પ્રૉમિસ અમે મહારાષ્ટ્ર સરકારને કર્યું છે. જે વિજિલન્સ બનશે એમાં અમે ફેડરેશનથી લઈને ચૅનલના ઑફિસર, સ્ટાર્સના રિપ્રેઝન્ટેટિવ, પ્રોડ્યુસર અને ડિરેક્ટરને સમાવીશું. આ ટીમ સેટ પર જઈને રૅન્ડમ ચેકિંગ કરશે અને કોવિડની ગાઇડલાઇનનું પાલન થાય છે કે નહીં એની ચકાસણી કરશે. આ કરવું બહુ જરૂરી છે. આજે બે-ચાર લોકોની બેદરકારીનું પરિણામ આખી ઇન્ડસ્ટ્રી શું કામ ભોગવે. એવું થવું જ ન જોઈએ. જો પ્રોડક્શન-હાઉસ બેદરકારી દાખવશે તો એની સામે પગલાં લેવામાં આવશે અને વ્યક્તિગત કોઈ બેદરકારી કરતું હશે તો તેની સામે ઍક્શન લઈશું.’

વિજિલન્સ કેવી રીતે વર્ક કરશે અને એ કેટલા લોકોની બની હશે એના પર આજે કામ થશે અને એનું એક લિસ્ટ મહારાષ્ટ્ર સરકારને પણ આપવામાં આવશે. વિજિલન્સ સરપ્રાઇઝ ચેકિંગ કરશે અને એ આવતા થોડા મહિના સુધી એકધારું ચાલુ જ રહેશે. વિજિલન્સ બેદરકારીની સાથોસાથ વૅક્સિનનું કામ પણ ઇન્ડસ્ટ્રીમાં થતું રહે એ પણ જોશે.

પાંચને બદલે સાત
ગઈ કાલે મહારાષ્ટ્ર સરકાર સાથે થયેલી મૅરથૉન મીટિંગમાં ફિલ્મ અને ટીવી-ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલાં તમામ અસોસિએશન તો હતાં જ, પણ એ ઉપરાંત મરાઠી થિયેટર અને મરાઠી ફિલ્મના સિનિયર લોકો પણ જોડાયેલા હતા, ખ્યાતનામ પ્રોડક્શન-હાઉસ પણ જોડાયાં હતાં, તો ચૅનલના સિનિયર ઑફિસર્સ પણ આ મીટિંગમાં જોડાયા હતા. ઇન્ડિોયન ફિલ્મ ઍન્ડ ટીવી પ્રોડ્યુસર્સ કાઉન્સિિલના ટીવી અને વેબ ડિટવિઝનના ચૅરમૅન જે. ડી. મજીઠિયાએ કહ્યું હતું કે ‘પાંચ વાગ્યા સુધી (લેવલ વન અને ટૂના વિસ્તારોમાં) શૂટિંગની પરમિશન આપવામાં આવી છે, જેને અમે ૭ વાગ્યા સુધી લંબાવવા માટે કહ્યું છે. જો એવું થાય તો શિફ્ટ પૂરી થાય જે ટીવી-પ્રોડ્યુસર માટે જરૂરી છે. ગવર્નમેન્ટે એ બાબતમાં વિચારણા કરવાની ખાતરી આપી છે તો સામે અમારું પ્રૉમિસ છે કે કોઈ જગ્યાએ ક્યાંય એક પણ ગાઇડલાઇનનો ભંગ નહીં થાય એનું ધ્યાન અમે રાખીશું.’

આ મીટિંગમાં રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ એવી બાંયધરી આપી હતી કે પરિસ્થિતિમાં સુધારો થશે તો અમે મુંબઈમાં પણ શૂટિંગ કરવાની પરમિશન આપીશું.

આજ સુધી ક્યારેય બન્યું નહોતું કે આખી ઇન્ડસ્ટ્રી એકસાથે આ સ્તરે મીટિંગમાં જોડાઈ હોય, પણ ગઈ કાલે પહેલી વાર એવું બન્યું કે ચૅનલ અને પ્રોડ્યુસર ઉપરાંત થિયેટર, ડિરેક્ટર અને ઍક્ટર સહિતના સૌકોઈ આ પ્રકારની મીટિંગમાં જોડાયા હોય.
ચૅનલ પણ લેશે પગલાં

ગાઇડલાઇનનું પાલન નહીં કરે એવાં પ્રોડક્શન-હાઉસ જ નહીં, પણ લીડ સ્ટારની સામે પણ પગલાં લેવાની તૈયારી પ્રોડક્શન-હાઉસ ઉપરાંત ટીવી-ચૅનલોએ ગઈ કાલે દેખાડી હતી. ઝીે એન્ટરટેઇનમેન્ટના સીઈઓ પુનિત ગોએન્કાએ કહ્યું કે ‘ગાઇડલાઇન નહીં પાળે એવા ઍક્ટર સામે પગલાં લેવામાં જો પ્રોડક્શન-હાઉસ બૅકફુટ થશે તો અમે પ્રોડક્શન-હાઉસ સામે ઍક્શન લેવા તૈયાર છીએ.’

આ ઍક્શન લેવામાં પ્રોડક્શન-હાઉસને તમામ ચૅનલમાં શો નહીં આપવા સુધીનાં કડક પગલાંની વાત પણ મીટિંગ દરમ્યાન કહેવામાં આવી હતી. જોકે અશોક પંડિતે કહ્યું કે ‘પ્રોડક્શન-હાઉસ કરતાં પણ વ્યક્તિગત બેદરકારી વધારે જોવા મળે છે, જેને હવે અમે જરા પણ સાંખી નહીં લઈએ.’

સામે અમારું પ્રૉમિસ છે કે કોઈ જગ્યાએ ક્યાંય એક પણ ગાઇડલાઇનનો ભંગ નહીં થાય એનું ધ્યાન અમે રાખીશું.
જે. ડી. મજીઠિયા, IFTPCની ટીવી-વેબ સિરીઝ વિન્ગના ચૅરમૅન

07 June, 2021 07:44 AM IST | Rajkot | Rashmin Shah

અન્ય લેખો

ગુજરાત સમાચાર

આગામી ચૂંટણીમાં આપ ગુજરાતની તમામ બેઠકો લડશે: અરવિંદ કેજરીવાલ

દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે.

14 June, 2021 02:36 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
ગુજરાત સમાચાર

કેજરીવાલ આવતી કાલે અમદાવાદની મુલાકાત લેશે

દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટી (આપ)ના નૅશનલ કન્વીનર અરવિંદ કેજરીવાલ આવતી કાલે અમદાવાદની મુલાકાતે જશે.

14 June, 2021 11:46 IST | Gandhinagar | Agency
ગુજરાત સમાચાર

હવે ગુજરાતમાં પાટીદાર સમાજનો સીએમ હોવો જોઈએ : નરેશ પટેલ

ખોડલધામમાં મળેલી જુદી-જુદી પાટીદાર સંસ્થાઓના અગ્રણીઓની બેઠકમાં લેવાયો નિર્ણય : કયો સમાજ ના ઇચ્છે એના સમાજનો મુખ્ય પ્રધાન બને, ૧૦૦ ટકા અમે પણ ઇચ્છીએ કે પાટીદાર મુખ્ય પ્રધાન બને : નરેશ પટેલ

13 June, 2021 01:36 IST | Ahmedabad | Shailesh Nayak

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK