Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતમાં કોરોનાના કેસ વધતા એકથી નવમા ધોરણનું ઑફલાઇન શિક્ષણ બંધ

ગુજરાતમાં કોરોનાના કેસ વધતા એકથી નવમા ધોરણનું ઑફલાઇન શિક્ષણ બંધ

08 January, 2022 09:18 AM IST | Ahmedabad
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

ઑફલાઇન શિક્ષણ ૩૧ જાન્યુઆરી સુધી બંધ કરવાનો નિર્ણય

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગુજરાતમાં વધતા જતા કોરોના સંક્રમણના કારણે ગુજરાતની સ્કૂલોમાં ધોરણ ૧થી ૯ ધોરણમાં વર્ગખંડ શિક્ષણ એટલે કે ઑફલાઇન શિક્ષણ ૩૧ જાન્યુઆરી સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે વિદ્યાર્થીઓ માટે ઑનલાઇન શિક્ષણ ચાલુ રહેશે એટલું જ નહીં, આણંદ અને નડિયાદમાં નિયંત્રણ લાદીને રાત્રે ૧૦ વાગ્યાથી રાત્રિ કરફ્યુનો અમલ કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ વિશે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં નવી ગાઇડલાઇન જાહેર કરાઈ હતી. જે મુજબ તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો તેમ જ ધાર્મિક સ્થળોએ તેમ જ લગ્નપ્રસંગે મહત્તમ ૪૦૦ વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે. 

1,17,100
ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના આટલા નવા કેસ નોંધાયા હતા.



3,007
ભારતમાં ગઈ કાલે ઓમાઇક્રોનના આટલા નવા કેસ નોંધાયા હતા.


5396
ગઈ કાલે ગુજરાતમાં કોરોનાના કુલ આટલા કેસ નોંધાયા હતા. 

2281
અમદાવાદમાં ગઈ કાલે કોરોનાના આટલા કેસ નોંધાયા હતા.


Whatsapp-channel Whatsapp-channel

08 January, 2022 09:18 AM IST | Ahmedabad | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK