નીતિન પટેલ પર જૂતું ફેંકનારો BJPનો જ ભૂતપૂર્વ નેતા : કૉન્ગ્રેસનો આરોપ
નીતિન પટેલ પર જૂતું ફેંકનારો BJPનો જ ભૂતપૂર્વ નેતા : કૉન્ગ્રેસનો આરોપ
હાલમાં ચાલી રહેલી પેટાચૂંટણી સંદર્ભે કરજણ બેઠક પર ચૂંટણીપ્રચાર કરવા ગયેલા નાયબ મુખ્ય પ્રધાન પર તાજેતરમાં જૂતું ફેંકાયું હતું. શિનોરના રહેવાસી રશ્મિન પટેલ દ્વારા નીતિન પટેલ પર જૂતું ફેંકાયું હતું. પોલીસે રશ્મિન પટેલની ધરપકડ કરી છે, પરંતુ ચોંકાવનારી માહિતી એ સામે આવી કે રશ્મિન પટેલ ભૂતપૂર્વ બીજેપી કાર્યકર છે અને હાલમાં કૉન્ગ્રેસ સાથે જોડાયેલો છે. રશ્મિન પટેલ શિનોર તાલુકા પંચાયતનો ભૂતપૂર્વ કારોબારી અધ્યક્ષ છે. બીજેપીએ જ તેને ૨૦૧૦થી ૨૦૧૩ દરમિયાન કારોબારી અધ્યક્ષ બનાવ્યો હતો તેમ જ રશ્મિન પટેલનાં પત્ની રશ્મિ પટેલ શિનોર ગ્રામ પંચાયતમાં સરપંચ પણ રહી ચૂક્યાં છે. બીજેપીના જૂથવાદના કારણે રશ્મિન પટેલે જૂતું ફેંકયું હોવાની ચર્ચા ચાલી રહી છે. નીતિન પટેલ પર ફેંકાયેલા જૂતા પર હવે રાજકીય રંગ જોવા મળી રહ્યો છે.