° °

આજનું ઇ-પેપર
Saturday, 29 January, 2022


કોસ્ટગાર્ડે ગુજરાતમાંથી 10 પાકિસ્તાનીઓની ધરપકડ કરી, બોટ પણ મળી, તપાસ શરૂ

09 January, 2022 04:41 PM IST | Gandhinagar | Gujarati Mid-day Online Correspondent

અગાઉ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગુજરાતના દરિયાકાંઠે એક બોટ ઝડપાઈ હતી. તેમાં પાકિસ્તાનના 12 ક્રૂ મેમ્બર હતા.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

કોસ્ટ ગાર્ડે ગુજરાતના દરિયાકાંઠેથી અરબી સમુદ્રમાંથી 10 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી છે. આ તમામ પાકિસ્તાની બોટ ‘યાસીન’માં સવાર હતા. આ ઘટના 8 જાન્યુઆરીની રાત્રે બની હતી. ઓપરેશનના ભાગરૂપે કોસ્ટ ગાર્ડે તેઓને પકડી લીધા હતા. બોટને હાલ પૂછપરછ માટે પોરબંદર લાવવામાં આવી છે.

આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાની બોટ પકડાઈ હોય, અગાઉ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગુજરાતના દરિયાકાંઠે એક બોટ ઝડપાઈ હતી. તેમાં પાકિસ્તાનના 12 ક્રૂ મેમ્બર હતા.

બે દિવસમાં બીજી વખત પાકિસ્તાની બોટ પકડાઈ છે. આ પહેલા શુક્રવારે પંજાબના ફિરોઝપુર જિલ્લામાં બોર્ડર પર BSFએ પાકિસ્તાનની એક બોટ પકડી હતી. ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા બીએસએફના એક અધિકારીએ જણાવ્યું હતું કે પેટ્રોલિંગ દરમિયાન આંતરરાષ્ટ્રીય સરહદ પર બોટ પકડાઈ હતી. આવી બોટનો ઉપયોગ કરીને ડ્રગ્સનો કન્સાઈનમેન્ટ લઈ જવામાં આવે છે. શિયાળા દરમિયાન, પાકિસ્તાનીઓ ગાઢ ધુમ્મસનો લાભ ઉઠાવે છે અને ડ્રગ્સ સપ્લાય કરે છે. તમને જણાવી દઈએ કે તાજેતરના દિવસોમાં પંજાબમાં પાકિસ્તાનના ઘણા ડ્રોન પકડાયા છે.

તાજેતરના દિવસોમાં, એવું જોવામાં આવ્યું છે કે પાકિસ્તાન દરિયાઈ માર્ગે ભારત સહિત અન્ય દેશોમાં ડ્રગ્સના કન્સાઇનમેન્ટ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. ગયા મહિને, ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATS દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને ભારતીય જળસીમામાં પાકિસ્તાની બોટ અલ હુસેનીને પકડી હતી. તેની તલાશી દરમિયાન તેમાંથી 77 કિલો હેરોઈન મળી આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત આશરે 400 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. આ દરમિયાન પાકિસ્તાની બોટમાંથી 6 લોકો પણ ઝડપાયા હતા.

09 January, 2022 04:41 PM IST | Gandhinagar | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ગુજરાત સમાચાર

ગુજરાતના ડિંગુચા ગામની અડધો-અડધ વસ્તી ક્યાં છે?

આ ગામની અડધોઅડધ વસ્તી વિદેશ સ્થાયી થઇ છે. અહીં મોટાભાગના ઘરોને તાળા લાગેલા છે. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના આ રિપોર્ટ અનુસાર ગામમાં ઠેર ઠેર કેનેડા, યુએસએના વિદ્યાર્થીઓ માટે વિઝાની જાહેરાતો લાગેલી છે.

28 January, 2022 05:08 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગુજરાત સમાચાર

જામનગરના રાજવી પરિવારના હર્ષદકુંવરીબાનું લાંબી બિમારી બાદ અવસાન

જામનગરના રાજવી પરિવારના જામસાહેબ શત્રુશલ્યસિંહજીના મોટાબહેન હર્ષદકુંવરીબાનું લાંબી બિમારી બાદ નિધન થયું છે.

28 January, 2022 03:22 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગુજરાત સમાચાર

યુએસ-કેનેડા બોર્ડરે થીજીને મૃત્યુ પામેલ પરિવાર ગુજરાતના ડિંગુચા ગામનો

આ ચારેય જણા ગુજરાતના મહેસાણા પાસેના ડિંગુચા ગામના છે. આ વાતને મોનિટોબાની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે કરી છે. ઇન્ડિયન હાઇ કમિશનને આ માહિતી આપવામાં આવી છે.

28 January, 2022 02:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK