° °

આજનું ઇ-પેપર
Monday, 06 December, 2021


ક્લીન સિટી નંબર ટૂ ને છોગામાં ૧૪૦ કરોડ રૂપિયાની ઇન્કમ

21 November, 2021 09:35 AM IST | Mumbai | Shailesh Nayak

આ છે સુરતની સક્સેસ સ્ટોરી : દેશનાં સ્વચ્છ શહેરોમાં બીજા ક્રમનું સુરત ડ્રેનેજ પાણીને ટ્રીટ કરીને એને વેચીને ૧૪૦ કરોડની આવક કમાયું છે

સુરતમાં ડ્રેનેજના પાણીને ચોખ્ખું કરવાનો પ્લાન્ટ.

સુરતમાં ડ્રેનેજના પાણીને ચોખ્ખું કરવાનો પ્લાન્ટ.

સ્વચ્છતાના સકસેસ મંત્રએ સુરતને દેશનું બીજા નંબરનું સ્વચ્છ સિટી બનાવ્યું છે. ગઈ કાલે સ્વચ્છ સર્વેક્ષણ–૨૦૨૧ અંતર્ગત સુરત શહેરને દેશનું બીજું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરીને અવૉર્ડ એનાયત કરાયો હતો. શહેરની આધુનિક મશીનો દ્વારા સફાઈ ઉપરાંત ડ્રેનેજનાં પાણીનું રિયુઝ, પ્લાસ્ટિક વેસ્ટનું બખૂબી રીતે મૅનેજમેન્ટ, ડમ્પિંગ સાઇટ હટાવીને ઇકોલૉજિકલ ગાર્ડન બનાવવા સહિત શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશને સ્વચ્છતા મિશન અભિયાન હાથ ધરીને સુરતને દેશનું સ્વચ્છ શહેર બનાવી દીધું છે. 
કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઑફ હાઉસિંગ અૅન્ડ અર્બન અફેર્સ દ્વારા યોજાયેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતે દેશમાં બીજો નંબર મેળવ્યો છે. ગઈ કાલે નવી દિલ્હી ખાતે આયોજિત અવૉર્ડ સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુજરાતના શહેરી વિકાસ પ્રધાન વિનુભાઈ મોરડિયા અને સુરતનાં મેયર હેમાલી બોઘાવાલાને અવૉર્ડ એનાયત કર્યો હતો.
સુરતને સ્વચ્છ બનાવવા માટે કરેલી મહેનત અને પ્લાનિંગ અંગે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શહેરમાં રોજેરોજ સફાઈકામ કરવા ઉપરાંત કેટલાંક પગલાં એવાં ભર્યાં છે જેનાથી શહેર સ્વચ્છ રહેવા સાથે સુંદર બને. ડ્રેનેજનું પાણી ૧૦૦૦ એમએલડી મળે છે તેમાંથી લગભગ ૩૦ ટકા પાણીને રિયુઝ કરીએ છીએ. ૧૧૫ એમએલડી પાણી ટ્રીટ કરીને ઉદ્યોગોને આપીએ છીએ જેના દ્વારા ૧૪૦ કરોડની આવક મળી છે. સુરત દેશનું પહેલું શહેર છે જેણે આ રીતે વેસ્ટ પાણીમાંથી વેલ્થ ઊભી કરી છે. બીજાં પાણીનો કન્સ્ટ્રકશન, બગીચામાં તેમ જ લૅન્ડસ્કેપમાં ઉપયોગ થાય છે. ખજોદ વિસ્તારમાંથી ડમ્પ સાઇટ હટાવીને ત્યાં કૅપ કરાવી ઇકોલૉજિકલ ગાર્ડન બનાવ્યું છે. ભટાર અને ખજોદમાં કચરાના ડમ્પ હતા તે જગ્યા ખાલી કરાવી છે. આ ઉપરાંત શહેરમાં જ્યાં પણ લાકડા કે લોખંડનો ભંગાર હતો તેમાંથી હાથી, સિંહ જેવાં ૫૦ સ્કલ્પચર બનાવીને શહેરમાં મૂક્યાં છે. પ્લાસ્ટિકના વેસ્ટનું મૅનેજમેન્ટ સૌથી શ્રેષ્ઠ છે. પ્લાસ્ટિકની બૉટલમાંથી સૂટના કાપડ બનાવીએ છીએ.’ 
ઉલ્લેખનીય છે કે સ્વચ્છ અમૃત મહોત્સવ અવૉર્ડસ ૨૦૨૧ અંતર્ગત મિનિસ્ટ્રી ઑફ હાઉસિંગ અૅન્ડ અર્બન અફેર્સના પ્રધાન હરદીપ સિંહ પુરી દ્વારા સુરતને ફાઇવ સ્ટાર રેટિંગ શહેર જાહેર કરવામાં આવ્યું હતું જેનો અવૉર્ડ સુરતનાં મેયર હેમાલી બોઘાવાલા અને કમિશનર બંછાનિધિ પાની તેમ જ  ડે. કમિશનર (હેલ્થ અને હૉસ્પિટલ) ડૉ. આશિષ નાયકે સ્વીકાર્યો હતો. આ ઉપરાંત સફાઈમિત્ર સુરક્ષા ચેલેન્જમાં સુરતનો પાંચમો ક્રમ આવ્યો છે. જેનો અવૉર્ડ મિનિસ્ટ્રી ઑફ હાઉસિંગ અૅન્ડ અર્બન અફેર્સના સચિવ દુર્ગાશંકર મિશ્રાએ એનાયત કર્યો હતો જે ડે. કમિશનર (હેલ્થ અને હૉસ્પિટલ) ડૉ. આશિષ નાયકે સ્વીકાર્યો હતો.
સુરત શહેર દ્વારા એક લાખથી વધુ દસ્તાવેજો અપલોડ કરવામાં આવ્યા હતા. કુલ ૬૦૦૦ ગુણમાંથી સુરત શહેરને ૫૫૫૯.૨૧ ગુણ મળ્યા હતા.

21 November, 2021 09:35 AM IST | Mumbai | Shailesh Nayak

અન્ય લેખો

ગુજરાત સમાચાર

મથુરામાં ચુસ્ત સુરક્ષાવ્યવસ્થા, ડ્રોનથી નજર રખાશે

આજે છઠ્ઠી ડિસેમ્બરે બાબરી મસ્જિદ ધ્વંસના દિવસે મથુરામાં શાહી ઈદગાહ મસ્જિદમાં જળાભિષેકની જાહેરાતથી માહોલ ગરમાયો છે

06 December, 2021 08:40 IST | Mathura | Gujarati Mid-day Correspondent
ગુજરાત સમાચાર

જામનગરમાં એક ઓમાઇક્રોન પૉઝિટિવ, ત્રણના રિપોર્ટ બાકી

વાઇબ્રન્ટ સમિટની તૈયારીમાં વ્યસ્ત થઈ ગયેલી ગુજરાત ગવર્નમેન્ટે નવા નિયમો જાહેર કર્યા, પણ એનું પાલન ચુસ્તપણે થાય છે કે નહીં એ જોવાની દરકાર ન રાખતાં સોમવારે ઝિમ્બાબ્વેથી આવેલા જામનગરના વડીલ સાથે નવો વેરિઅન્ટ ગુજરાતમાં થયો એન્ટર

05 December, 2021 08:58 IST | Rajkot | Rashmin Shah
ગુજરાત સમાચાર

ગુજરાતીઓ સાવધાન.! ગુજરાતમાં Omicron ની એન્ટ્રી, જામનગરમાં નોંધાયો પહેલો કેસ

ગુજરાતમાં કોરોના વાયરસના નવા અને વધુ ખતરનાક વેરિઅન્ટ ઓમિક્રોન (Omicron)ની એન્ટ્રીથી ખળભળાટ મચી ગયો છે.

04 December, 2021 03:18 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK