° °

આજનું ઇ-પેપર
Friday, 19 August, 2022


રક્ષક જ બન્યો ભક્ષક: ગુજરાતમાં સગા ભાઈએ જ કરી બહેનની ક્રૂરતાપૂર્વક હત્યા

05 July, 2022 09:49 PM IST | Gandhinagar
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ગુજરાતમાં લીંબડી તાલુકામાં આ ચોંકાવનારી ઘટના બની છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં લીંબડી તાલુકામાંથી એક આઘાતજનક ઘટના સામે આવી છે. કૂવામાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. ભોગાવા નદીના કૂવામાંથી ૧ જુલાઈના રોજ આ મૃતદેહ મળી આવ્યો હતો. આ યુવતીની હત્યા બીજા કોઈએ નહીં, પરંતુ યુવતીના ભાઈએ જ કરી હતી. યુવતીના ભાઈને એ વાતનો ડર હતો કે બહેન દાગીના લઈને પ્રેમી સાથે ભાગી જશે તો સમાજમાં બદનામી થશે. આ કારણસર દુપટ્ટાથી ગળું દબાવીને હત્યા કરી હતી. પોલીસે આ કેસમાં સગા ભાઈની ધરપકડ કરી છે.

એક મીડિયા હાઉસના અહેવાલમાં જણાવાયું છે કે મૃતદેહ મળ્યાના કલાકો બાદ પણ યુવતીની ઓળખ થઈ શકી નહોતી. જોકે, તપાસ દરમિયાન પોલીસની ટીમે મૃત યુવતીના ભાઈને શકના આધારે ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ દરમિયાન હત્યા કર્યાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી.

મૃતક યુવતીના ભાઈએ પોલીસને જણાવ્યું કે તેની બહેન એક વ્યક્તિના પ્રેમમાં હતી, જે તેને મંજૂર ન હતું. તેને પ્રેમસબંધ તોડી નાખવા સમજાવી હતી, પરંતુ તે માની નહીં. ત્યાર બાદ એક સ્નેહીના પ્રસંગે જવાનું થયું જ્યાં યુવતી પ્રસંગ છોડીને ઘરે પરત ફરી હતી અને ઘરેણાં શોધતી હતી. ભાઈને આ વાતની જાણ થતાં તેણે બદનામીના ડરે બહેનની હત્યા કરી હતી.

આરોપીએ 27 જૂને બપોરે 12થી 1 વાગ્યા વચ્ચે બહેનની હત્યા કરી હતી અને ત્યાર બાદ દિનેશે પ્લાસ્ટિકની કોથળીમાં બહેનના મૃતદેહને નાખી દીધો હતો અને તેને ઘરના પાછળના ભાગમાં લઈ જઈ, દરવાજા પાછળ છુપાવી દીધો હતો.

05 July, 2022 09:49 PM IST | Gandhinagar | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ગુજરાત સમાચાર

બે વર્ષ બાદ આજે હર્ષોલ્લાસ સાથે ઊજવાશે જન્માષ્ટમી પર્વ

દ્વારકા, ડાકોર, શામળાજી અને અમદાવાદમાં ભાગવત વિદ્યાપીઠમાં ઉજવણી માટે થનગનાટ

19 August, 2022 08:38 IST | Ahmedabad | Shailesh Nayak
ગુજરાત સમાચાર

ચૂંટણીના ચકરાવા વચ્ચે ગુજરાતના મુખ્ય પ્રધાને ચકડોળની મજા માણી

સૌરાષ્ટ્રના મુખ્ય મથક રાજકોટમાં બુધવારે સાંજે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે લોકમેળો ખુલ્લો મૂક્યો હતો

19 August, 2022 08:34 IST | Rajkot | Gujarati Mid-day Correspondent
ગુજરાત સમાચાર

ગુજરાતમાં મોસમનો ૯૬ ટકા વરસાદ પડ્યો

કચ્છ ઝોનમાં સૌથી વધુ ૧૫૦ ટકા, સૌરાષ્ટ્રમાં ૮૭.૯૪ ટકા વરસાદ

19 August, 2022 08:31 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK