Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > મોટા સમાચાર : ગુજરાતના નવા મુખ્યમંત્રી બનશે ભૂપેન્દ્ર પટેલ

મોટા સમાચાર : ગુજરાતના નવા મુખ્યમંત્રી બનશે ભૂપેન્દ્ર પટેલ

12 September, 2021 04:53 PM IST | Gandhinagar
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ગુજરાતના નવા મુખ્ય પ્રધાનપદ માટે ભૂપેન્દ્ર પટેલના નામ પર મહોર મારવામાં આવી છે

ભૂપેન્દ્ર પટેલ

ભૂપેન્દ્ર પટેલ


ગુજરાતના નવા મુખ્ય પ્રધાનપદ માટે ભૂપેન્દ્ર પટેલના નામ પર મહોર મારવામાં આવી છે. ભૂપેન્દ્ર પટેલને આનંદી બહેન પટેલના ખાસ માનવામાં આવે છે. ગાંધીનગરના કમલમ ખાતે આજે બેઠક મળી હતી, જેમાં વિજય રૂપાણી, નીતિન પટેલ, મનસુખ માંડવિયા, પ્રદિપસિંહ જાડેજા, પરષોત્તમ રૂપાલા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

ગઇકાલે અચાનક ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યા બાદ સી. આર. પાટીલ, નીતિન પટેલ, મનસુખ માંડવિયા જેવા નેતાઓના નામ મોખરે હતા, પરંતુ ભાજપે ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર કર્યું છે. આ નામની કોઈએ કલ્પના જ કરી ન હતી. જોકે, પાટીદાર નેતા જ મુખ્યમંત્રી બની શકે તેવી શક્યતા જોવા મળી રહી હતી.



ઉલ્લેખનીય છે કે ભાજપે મુખ્યમંત્રીનું પદ પાટીદાર સમાજના વ્યક્તિને આપ્યું છે. ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં ઘાટલોડિયા બેઠકના ધારાસભ્ય છે.


Whatsapp-channel Whatsapp-channel

12 September, 2021 04:53 PM IST | Gandhinagar | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK