Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > કોલ્ડ વેવ વધુ આકરી થવાની છે ત્યારે જરૂરી ન હોય તો ગુજરાત જવાનું ટાળો

કોલ્ડ વેવ વધુ આકરી થવાની છે ત્યારે જરૂરી ન હોય તો ગુજરાત જવાનું ટાળો

18 December, 2021 08:18 AM IST | Ahmedabad
Rashmin Shah | rashmin.shah@mid-day.com

અમુક શહેરોના લઘુતમ તાપમાનમાં તો દસથી બાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો, જેને કારણે ઠંડીની તીવ્રતા જબરદસ્ત વધી હોય એવો અનુભવ થતો હતો.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નૉર્મલમાંથી માત્ર ચાર જ દિવસમાં ગુજરાતમાં હાડકાં ગાળે એવી ઠંડી શરૂ થતાં ગુજરાતભરમાં દેકારો મચી ગયો છે. ગુજરાત હવામાન વિભાગની આગાહી મુજબ આ કોલ્ડ વેવ હજી અકબંધ રહેશે અને આવતાં મિનિમમ ત્રણથી ચાર દિવસ કાતિલ ઠંડીનો અનુભવ ગુજરાતમાં થશે. ગુજરાત હવામાન વિભાગની આ આગાહી પછી ગુજરાત સરકારે પણ મોડી રાતની બસના રૂટનાં ટાઇમિંગ ચેન્જ કર્યાં છે તો સાથોસાથ મોડી રાતે ફરજિયાત ટ્રાવેલ કરવું પડ્યું હોય એવા પૅસેન્જરને સરકારી ગેસ્ટહાઉસમાં આશ્રય આપવાનો આદેશ આપ્યો છે.
    ચાર દિવસ પહેલાં ગુજરાતનું ઍવરેજ લઘુતમ તાપમાન ૧૯.૭ ડિગ્રી હતું પણ અચાનક કોલ્ડ વેવ શરૂ થતાં લઘુતમ તાપમાનનો આ આંકડો ગઈ કાલે છેક ૧૧.૪ ડિગ્રી પર આવી ગયો હતો. ઍવરેજ લઘુતમ તાપમાનમાં ૮.૩ ડિગ્રીનો ઘટાડો થયો હતો તો અમુક શહેરોના લઘુતમ તાપમાનમાં તો દસથી બાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો, જેને કારણે ઠંડીની તીવ્રતા જબરદસ્ત વધી હોય એવો અનુભવ થતો હતો.
    ગુજરાત હવામાન વિભાગની આગાહી મુજબ આવતા ત્રણથી ચાર દિવસ ગુજરાતમાં કોલ્ડ વેવ અકબંધ રહે એવી સંભાવના છે. ગઈ કાલે ગુજરાતનું સૌથી ઠંડું શહેર નલિયા રહ્યું હતું. નલિયામાં ૪.૪ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું જ્યારે રાજકોટમાં ૮.૯ ડિગ્રી, અમરેલીમાં ૯ ડિગ્રી, અમદાવાદમાં ૧૧.૭ ડિગ્રી અને સુરતમાં ૧૪.૨ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.


Whatsapp-channel Whatsapp-channel

18 December, 2021 08:18 AM IST | Ahmedabad | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK