° °

આજનું ઇ-પેપર
Friday, 01 July, 2022


અમુલ બ્રાન્ડના હેડ આર.એસ.સોઢીની કાર પલટી, ઘાયલ MD હોસ્પિટલમાં દાખલ

23 June, 2022 01:41 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ગઈકાલે રાત્રે તેમની કાર ગુજરાતના આણંદ શહેર નજીક પલટી ગઈ હતી. આ માર્ગ અકસ્માતમાં તે ઈજાગ્રસ્ત થયા છે.

આર. એસ સોઢી

આર. એસ સોઢી

ભારતની અગ્રણી ડેરી કોઓપરેટિવ સોસાયટી જીસીએમએમએફ (Amul))ના મેનેજિંગ ડિરેક્ટર આર.એસ.સોઢી અકસ્માતનો ભોગ બન્યા છે. ગઈકાલે રાત્રે તેમની કાર ગુજરાતના આણંદ શહેર નજીક પલટી ગઈ હતી. આ માર્ગ અકસ્માતમાં તે ઈજાગ્રસ્ત થયા છે. જો કે, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તે ખતરાની બહાર છે. પોલીસે આ માહિતી આપી હતી.

નાયબ પોલીસ અધિક્ષક બી.ડી.જાડેજાએ જણાવ્યું હતું કે આ ઘટના રાત્રે 9 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે આરએસ સોઢીની કાર આણંદ-બાકરોલ રોડ પર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગઈ હતી. તેઓ જે કારમાં મુસાફરી કરી રહ્યા હતા તે સફેદ રંગની હતી. તેની તસવીર સામે આવી છે. તમે જોઈ શકો છો કે તે કેવી રીતે સાવ ઊંધી પડી છે. અકસ્માત અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "કોઈ અગમ્ય કારણોસર કારના ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો."

અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા. તેઓ કાર ચાલક અને સોઢીને હોસ્પિટલ લઈ ગયા. બંને હવે ખતરાથી બહાર છે અને ડોક્ટરોનું કહેવું છે કે તેમને નાની મોટી ઈજાઓ થઈ છે.

23 June, 2022 01:41 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ગુજરાત સમાચાર

વડા પ્રધાને રથયાત્રાની પૂર્વસંધ્યાએ મોકલાવ્યો પ્રસાદ

આજે અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં લાખ્ખો ભાવિકો ઊમટશે, ગૃહપ્રધાન અમિત શાહ મંગળા આરતીમાં આવશે જગન્નાથજીના શરણે, કૉન્ગ્રેસના આગેવાનોએ ૧૪૫ કિલોનો લાડુ ધરાવી દર્શન કર્યાં તો આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ પ્રસાદ ધરાવી લીધા આશીર્વાદ

01 July, 2022 11:04 IST | Ahmedabad | Shailesh Nayak
ગુજરાત સમાચાર

ઉમરપાડામાં છ કલાકમાં સાડાછ ઇંચ વરસાદ

દક્ષિણ ગુજરાતના સુરત, નર્મદા, નવસારી, ભરૂચ, વલસાડ, ડાંગ જિલ્લાઓમાં વરસાદ, સૌરાષ્ટ્રમાં પણ વરસાદ નોંધાયો, ભારે વરસાદના પગલે સામાન્ય જનજીવન પ્રભાવિત

01 July, 2022 10:59 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ગુજરાત સમાચાર

દિનકર જોષીનાં ૨૦ પુસ્તકોનું લોકાર્પણ થશે

તેમનાં ગુજરાતી ભાષાનાં ૧૧ અને મરાઠી ભાષાનાં ૯ પુસ્તકોના લોકાર્પણનો સમારંભ ત્રીજી જુલાઈએ

01 July, 2022 10:41 IST | Rajkot | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK