° °

આજનું ઇ-પેપર
Friday, 18 June, 2021


હવે અમિત શાહ પણ સીબીઆઇના ફંદામાં

05 September, 2012 02:49 AM IST |

હવે અમિત શાહ પણ સીબીઆઇના ફંદામાં

હવે અમિત શાહ પણ સીબીઆઇના ફંદામાં

amit-shahસીબીઆઇએ ગઈ કાલે બહુચર્ચિત તુલસી પ્રજાપતિના નકલી એન્કાઉન્ટરની ચાર્જશીટ દાખલ કરી છે અને આ ચાર્જશીટમાં ગુનાની સંડોવણીમાં ગુજરાતના ભૂતપૂર્વ હોમ-મિનિસ્ટર અમિત શાહના નામનો નિર્દેશ કરવામાં આવ્યો છે. સીબીઆઇએ આ ચાર્જશીટમાં તેમની સાથોસાથ ગુજરાતના ભૂતપૂર્વ ડેપ્યુટી જનરલ ઑફ પોલીસ પી. સી. પાંડે, આઇપીએસ અધિકારીઓ ઓ. પી. માથુર અને ગીતા જોહરી તેમ જ નાયબ સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ આર. કે. પટેલનો પણ સમાવેશ કર્યો છે. તુલસી પ્રજાપતિનું ગુજરાત પોલીસ ૨૮ ડિસેમ્બર, ૨૦૦૫ના દિવસે બનાસકાંઠાના છપરી ગામમાં નકલી એન્કાઉન્ટર કરી નાખ્યું હતું.

ગુજરાત પોલીસે ૨૦૦૫ના નવેમ્બર મહિનામાં સોહરાબુદ્દીન શેખનું જે નકલી એન્કાઉન્ટર કર્યું હતું એનો તુલસી પ્રજાપતિ વિટનેસ હતો. સીબીઆઇએ આરોપ મૂક્યો છે કે ગુજરાત અને આંધþ પ્રદેશની પોલીસ-ટીમે જૉઇન્ટ ઑપરેશનમાં ૨૦૦૫ની ૨૨ નવેમ્બરે મહારાષ્ટ્રના સાંગલીથી હૈદરાબાદ જતી બસમાંથી સોહરાબુદ્દીન, તેની પત્ની કૌસરબી તેમ જ અન્ય વ્યક્તિ જે તુલસી પ્રજાપતિ હોવાની શંકા છે તેને ઉપાડીને પછી તેમનું નકલી એન્કાઉન્ટર કરી નાખ્યું હતું.

સીબીઆઇ = સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન

આઇપીએસ = ઇન્ડિયન પોલીસ સર્વિસ

05 September, 2012 02:49 AM IST |

અન્ય લેખો

ગુજરાત સમાચાર

અમદાવાદની જીવાદોરી ગણાતી સાબરમતી નદી પણ કોરોના સંક્રમિત

કોરનાના કાળથી કોઈ પણ બચી શક્યુ નથી એ આપણે સૌ જાણીએ છીએ. હવે કોરોના પાણીમાં પણ પહોંચી ગયો છે. સાબરમતી નદીમાં કોરોના વાઈરસ ફેલાયો હોવાની પુષ્ટી થઈ છે.

18 June, 2021 12:52 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
ગુજરાત સમાચાર

દેશમાં પવનમાંથી ઊર્જા મેળવનારા રાજ્યોમાં ગુજરાત મોખરે

વિન્ડ પાવર જનરેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં પહેલા ક્રમે આવ્યું છે. કોરોના કાળમાં પણ ગુજરાતમાં વિન્ડ પાવરની જનરેશન કેપેસિટી 1020 મેગાવોટ થઈ છે.

17 June, 2021 06:37 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
ગુજરાત સમાચાર

વડોદારમાં મેઘરાજાનું આગમન, વાવાઝોડા સાથે ભારે વરસાદથી વૃક્ષો ધરાશાયી

. વડોદરા શહેરમાં આજે વાવાઝોડા સાથે ભારે વરસાદ પડયો હતો. શહેરમાં અડધા કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

17 June, 2021 03:53 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK