° °

આજનું ઇ-પેપર
Tuesday, 24 May, 2022


કાળઝાળ ગરમીથી ત્રસ્ત બન્યું અમદાવાદ

14 May, 2022 11:34 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ અને કચ્છમાં આજે હીટવેવની આગાહી કરવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

છેલ્લા કેટલાક દિવસથી આકરી ગરમીનો તાપ સહન કરતા અમદાવાદના શહેરીજનોને આજે પણ ગરમીનો પ્રકોપ સહન કરવો પડે તેવી રેડ અલર્ટ સાથે ૪૫ ડિગ્રી ગરમી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગઈ કાલે કાળઝાળ ગરમીથી અમદાવાદ શહેર ત્રસ્ત બની ગયું હતું. દિવસ દરમ્યાન ગરમ પવન ફુંકાતા ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું હતું. છેલ્લા ચાર-પાંચ દિવસથી પડી રહેલી ગરમીથી શહેરીજનો પારાવાર પરેશાની વેઠી રહ્યા છે ત્યારે આજે પણ અમદાવાદ ગરમ લાય જેવું રહેવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ અને કચ્છમાં આજે હીટવેવની આગાહી કરવામાં આવી છે. ગઈ કાલે ગુજરાતમાં સૌથી વધુ ૪૪.૩ ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું હતું. આ ઉપરાંત અમરેલીમાં ૪૪, રાજકોટમાં ૪૩.૪, અમદાવાદમાં ૪૩.૩, કંડલા ઍરપોર્ટ પર ૪૩, વડોદરામાં ૪૧.૬, ડીસામાં ૪૧.૨, ભુજમાં ૪૦.૯ અને ભાવનગરમાં ૪૦.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 

બાડમેરમાં ૪૮ ડિગ્રી તાપમાન

હવામાન ખાતાએ પશ્ચિમ રાજસ્થાનમાં આજે પણ હીટવેવ માટે રેડ અલર્ટ જાહેર કર્યું છે. પંજાબ, હરિયાણા, મધ્ય પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના હિસ્સાઓમાં ચાલુ અઠવાડિયામાં હીટવેવ અનુભવાય એવી આશંકા છે.  રાજસ્થાનમાં મોટા ભાગનાં સ્થળોએ વર્ષના આ સમયે ગયા વર્ષની તુલનાએ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ચારથી આઠ ડિગ્રી વધુ નોંધાયું છે. બાડમેરમાં ૪૮ ડિગ્રી સેલ્સિયસ, શ્રી ગંગાનગરમાં ૪૭.૩, બિકાનેર ૪૭.૨, ચુરુમાં લગભગ ૪૭ ડિગ્રી, અજમેર ૪૫ અને ઉદયપુર ૪૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે.

14 May, 2022 11:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK