° °

આજનું ઇ-પેપર
Wednesday, 12 May, 2021


Coronavirus Gujarat Update: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 6000 કેસ

13 April, 2021 11:52 AM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતમાં કોરોના સંક્રમણના નવા કેસોએ અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 6021 નવા કેસ નોંધાયા છે. સોમવારે 55 ચેપગ્રસ્ત મૃત્યુ નોંધાયા હતા, ત્યાર બાદ રાજ્યમાં કોરોનાથી થનારા મૃત્યુની સંખ્યા 4855 પર પહોંચી ગઈ છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં કોરોના સંક્રમણના નવા કેસોએ અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 6021 નવા કેસ નોંધાયા છે. સોમવારે 55 ચેપગ્રસ્ત મૃત્યુ નોંધાયા હતા, ત્યાર બાદ રાજ્યમાં કોરોનાથી થનારા મૃત્યુની સંખ્યા 4855 પર પહોંચી ગઈ છે. 2854 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

આરોગ્ય વિભાગના આંકડા મુજબ રાજ્યમાં હાલમાં ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધીને 3,53,516 સુધી પહોંચી ગઈ છે, જેમાંથી 3,17,981 દર્દીઓ તંદુરસ્ત હોવાનું જણાતાં તેમને હોસ્પિટલમાંથી ઘરે મોકલી દેવામાં આવ્યા છે. 30,680 દર્દીઓ સક્રિય હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 93,50,045 લોકોને રસી આપવામાં આવી છે.

ગુજરાતના આ જિલ્લાઓમાં શું છે કોરોનાની હાલત

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 1933 નવા કેસ, ત્યાર બાદ સુરતમાં 1469, રાજકોટમાં 576, વડોદરામાં 381, જામનગરમાં 296, મહેસાણામાં 136, ભાવનગરમાં 110, ગાંધીનગરમાં 106, પાટણમાં 97, બનાસકાંઠામાં 94, જૂનાગઢમાં 87, નર્મદામાં 61, ભરૂચમાં 54 કેસ નોંધાયા છે. કચ્છ 50, ખેડા 49, અમરેલી, મોરબી અને નવસારી 48 તેમ જ દાહોદ 45, મહિસાગર 43, પંચમહલ 37, આણંદ33, બોટાદ 31, સુરેન્દ્રનગર અને વલસાડમાં 29, સાબરકાંઠામાં 24, દેવભૂમિ દ્વારકા 20, સોમનાથમાં 19, છોટા ઉદેપુર 15, અરાવલ્લી અને તાપીમાં 14 અને પોરબંદરમાં 6 કેસ નોંધાયા છે.

સોમવારે નોંધાયેલા આંકડા મુજબ અમદાવાદથી 20, સુરતથી 19, વડોદરાથી 7, રાજકોટથી 6 અને ભરૂચ, બોટાદ અને સુરેન્દ્રનગરથી એક-એક સંક્રમિતના મોતના સમાચાર છે. અત્યાર સુધી કુલ 93,50,045 લોકોને રસી આપવામાં આવી છે, જેમાંથી 82,37,367 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 11,12,678 લોકોએ પોતાનો બીજો ડોઝ મેળવ્યો છે.

13 April, 2021 11:52 AM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ગુજરાત સમાચાર

Gujarat: સરકારે રાજ્યમાં પ્રવેશ માટે RT-PCR ટેસ્ટ કર્યો મરજિયાત

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે છેલ્લે આંતર રાજ્ય પરિવહનને લઈને અનેક રાજ્યની સરકારો તરફથી લાગૂ પાડવામાં આવેલ આરટી પીસીઆર ટેસ્ટનો રિપૉર્ટની અનિવાર્યતા સમાપ્ત કરી દીધી છે.

11 May, 2021 06:49 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગુજરાત સમાચાર

ગુજરાત સરકારે એક અઠવાડિયું લંબાવ્યું મિનિ લૉકડાઉન

૮ મહાનગરો સહિત ૩૬ શહેરોમાં ૧૮ મે સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે

11 May, 2021 06:13 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
ગુજરાત સમાચાર

લગ્ન અને ધાર્મિક કાર્યક્રમો 15 દિવસ માટે કરવામાં આવે પ્રતિબંધિત- ગુજરાત HC

આ મામલે ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર, હોસ્પિટલ ટ્રસ્ટ અને ફાયર NOC માટેના નોડલ ઓફિસરને નોટિસ મોકલી છે અને પોતાનો પક્ષ રજૂ કરવા માટે કહેવા આવ્યું. 

11 May, 2021 05:12 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK