° °

આજનું ઇ-પેપર
Tuesday, 11 May, 2021


બીજેપીના ૪૨ ધારાસભ્યો પોતાના સંપર્કમાં હોવાનો કેશુભાઈનો દાવો

29 September, 2012 06:53 AM IST |

બીજેપીના ૪૨ ધારાસભ્યો પોતાના સંપર્કમાં હોવાનો કેશુભાઈનો દાવો

બીજેપીના ૪૨ ધારાસભ્યો પોતાના સંપર્કમાં હોવાનો કેશુભાઈનો દાવો

જેમાં નરેન્દ્ર મોદીની ઊંઘ હરામ થઈ જાય એવી જાહેરાત કેશુભાઈ કરી રહ્યા છે. ગુરુવારે વીરપુરથી શરૂ થયેલી પરિવર્તન યાત્રા ગઈ કાલે જૂનાગઢ પહોંચી ત્યારે કેશુભાઈ પટેલે જાહેર કર્યું હતું કે ગુજરાત બીજેપીના ૪૨ ધારાસભ્યો મારા સંપર્કમાં છે અને હું તેમનાં નામ જે ઘડીએ જાહેર કરીશ એ ઘડીએ મોદીની બોલતી બંધ થઈ જશે.

કેશુભાઈ પટેલની આ જાહેરાતની સાથે જ ગુજરાત બીજેપીમાં રીતસર સન્નાટો છવાઈ ગયો છે. ગુજરાત બીજેપીના પ્રવક્તા વિજય રૂપાણી અને ગુજરાત સરકારના પ્રવક્તા જયનારાયણ વ્યાસે આ વિશે કોઈ કૉમેન્ટ કરવાની ના પાડી દીધી હતી. કેશુભાઈ પટેલનો જ્યારે આ બાબતમાં સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જીપીપી ડાયરેક્ટ સરકાર બનાવે કે નહીં એનાથી અમને કોઈ ફરક નથી પડતો, અમે તો બીજેપી સરકાર ન બનાવે એ દિશામાં આગળ વધી રહ્યા છીએ. અત્યારે જે કોઈ ધારાસભ્યો અમારા સંપર્કમાં છે તે સૌ પણ અમારી સાથે સહમત છે અને ત્યાં બેઠાં અમારું કામ કરી રહ્યા છે.’

કેશુભાઈ પટેલની પરિવર્તન સંદેશ યાત્રા આજે સાવરકુંડલામાં દાખલ થશે.

બીજેપી = ભારતીય જનતા પાર્ટી

જીપીપી = ગુજરાત પરિવર્તન પાર્ટી

29 September, 2012 06:53 AM IST |

અન્ય લેખો

ગુજરાત સમાચાર

ગુજરાતમાં કોરોના કન્ટ્રોલમાં આવી રહ્યો છે

નાગરિકોની સતર્કતા તથા રસીકરણ જાગૃતિ કારણરૂપ : કોવિડ-ટેસ્ટિંગ અને આંશિક લૉકડાઉન પણ મદદરૂપ થયું

11 May, 2021 02:30 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ગુજરાત સમાચાર

કોરોનાવાઇરસના કેસિઝમાં વધારો થતા સરહદ સીલ,જાણો ગુજરાતથી કયા રાજ્યમાં નહીં જઇ શકો

 અત્યારસુધી 18 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં લૉકડાઉન જેવા પ્રતિબંધો જાહેર કરાયા છે, જ્યારે 14 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લૉકડાઉન લાગુ કરવામાં આવે છે.

10 May, 2021 01:21 IST | Gandhinagar | Gujarati Mid-day Online Correspondent
ગુજરાત સમાચાર

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલના પિતાનો કોરોનાએ લીધો ભોગ

હાર્દિક પટેલના પિતા અમદાવાદની યુ.એન.મહેતા હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં હતા

09 May, 2021 12:30 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK