° °

આજનું ઇ-પેપર
Friday, 09 December, 2022


લાંબા અંતરની ૭ ટ્રેનોમાં કાયમી ૭ કોચ જોડાશે

02 March, 2020 04:41 PM IST | Mumbai Desk

લાંબા અંતરની ૭ ટ્રેનોમાં કાયમી ૭ કોચ જોડાશે

લાંબા અંતરની ૭ ટ્રેનોમાં કાયમી ૭ કોચ જોડાશે

 પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે સતત નવા-નવા પ્રયાસ કરવામાં આવે છે. ત્યારે હવે યાત્રીઓની સગવડ માટે પશ્ચિમ રેલવે દ્વારા વધુ એક નવી સુવિધા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માહિતી મુજબ વેઇટિંગ લિસ્ટ ઘટાડવા પશ્ચિમ રેલવેએ મહત્ત્વનો નિર્ણય લીધો છે.

માહિતી મુજબ સૌરાષ્ટ્રની ૧૪ ટ્રેનમાં વધારાના કોચ જોડવા પશ્ચિમ રેલવે દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે લાંબા અંતરની ૭ ટ્રેનોમાં કાયમી ૭ કોચ જોડાશે. મુદ્દા સાથે સંકળાયેલા અધિકારીએ જણાવ્યું કે ૭ ટ્રેનમાં હંગામી ધોરણે નવા કોચ જોડાશે. ઉપરાંત તેમણે કહ્યું કે પશ્ચિમ રેલવે દ્વારા આ નિર્ણય ભારે ટ્રાફિકને પહોંચી વળવા માટે લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હાલના સમયમાં લોકો દ્વારા મોટા ભાગે ટ્રેનથી મુસાફરી કરવામાં આવે છે જેના કારણે ટ્રાફિક દિવસે-દિવસે વધી રહ્યો છે. વેઇટિંગ લિસ્ટમાં પણ વધારો થઈ રહ્યો છે. આ જોતાં હવે પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનોમાં કોચ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રની ૧૪ ટ્રેનમાં વધારાના કોચ જોડાશે.

02 March, 2020 04:41 PM IST | Mumbai Desk

અન્ય લેખો

ગુજરાત સમાચાર

વિદેશી મીડિયા ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીત પર શું કહે છે? જાણો

દેશના મીડિયાની સાથે વિદેશી મીડિયાએ પણ આ જીતને મહત્ત્વનું સ્થાન આપ્યું છે.

09 December, 2022 08:35 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગુજરાત સમાચાર

Bhupendra Patelએ તેમની આખી કેબિનેટ સાથે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું

ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલને શપથગ્રહણની તારીખની ઘોષણા કરી દીધી હતી.

09 December, 2022 04:31 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
ગુજરાત સમાચાર

પત્ની રિવાબાની જીત પર ગદગદ થયા Ravindra Jadeja, જુઓ આ પોસ્ટ

રિવાબા(Rivaba)એ પોતાના સ્પર્ધક આમ આદમી પાર્ટીના કરશનભાઈને 53 હજાર કરતાં અધિક મતોથી પરાજય કર્યા છે. રિવાબાને 88,835 મત મળ્યા છે.

09 December, 2022 01:59 IST | Jamnagar | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK