Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > કચ્છમાં ૧ર કલાકમાં ભૂકંપના ૬ આંચકા

કચ્છમાં ૧ર કલાકમાં ભૂકંપના ૬ આંચકા

06 October, 2021 01:35 PM IST | Bhuj
Utsav Vaidya

રિક્ટર સ્કેલ પર ર.૧થી ૩.પ સુધીનાં કંપન : ભચાઉ, દુધઈ અને કંડલા કેન્દ્રબિંદુ

કચ્છમાં ૧ર કલાકમાં ભૂકંપના ૬ આંચકા

કચ્છમાં ૧ર કલાકમાં ભૂકંપના ૬ આંચકા


નવરાત્રિ પર્વના શરૂ થઈ ગયેલા કાઉન્ટડાઉન વચ્ચે કચ્છમાં ભૂકંપના આંચકાઓનો વણથંભ્યો દોર યથાવત્ રહ્યો છે ત્યારે માત્ર ૧ર કલાકના સમયગાળામાં ભૂકંપનાં નાનાં-મોટાં ૬ કંપનો અનુભવાયાં હોવાનું ગાંધીનગર સિસ્મોલૉજી કચેરીમાંથી જાણવા મળ્યું છે.
સોમવારે રાતે ૮.૩૦ વાગ્યે રિક્ટર સ્કેલ પર ર.૯ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો, જેનું કેન્દ્રબિંદુ દુધઈથી ર૧ કિલોમીટર દૂર નોંધાયું હતું. ત્યાર બાદ રાતે ૧૧.૦૭ વાગ્યે દુધઈથી ર૩ કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ ધરાવતો અને ડરામણા અવાજ સાથે આવેલો ૩.પની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયા બાદ રાતે ૧.૪૧ વાગ્યે દુધઈથી ર૩ કિલોમીટર દૂર જમીનમાં ૧ર.૦૮ની ઊંડાઈએ ર.૪નો, ભચાઉથી ૧ર કિલોમીટર દૂર રાતે ૧.પ૭ વાગ્યે ર.૪ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. ત્યાર બાદ પરોઢિયે ૭.૦૪ વાગ્યે દુધઈથી ર૩ કિલોમીટર દૂર જમીનમાં ૬ કિલોમીટરની ઊંડાઈએ ર.૧નો જ્યારે કંડલાથી બે કિલોમીટર દૂર જમીનમાં રર.૬ કિલોમીટરની ઊંડાઈએ ર.૪ મૅગ્નિટ્યુડનો આંચકો નોંધાયો હતો. અચાનક હાઇપર ઍક્ટિવ બનેલી કચ્છની વાગડ ફૉલ્ટલાઇનમાં ભૂકંપના આંચકાનો દોર ચિંતાજનક રીતે વધી ગયો છે. 


Whatsapp-channel Whatsapp-channel

06 October, 2021 01:35 PM IST | Bhuj | Utsav Vaidya

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK