° °

આજનું ઇ-પેપર
Thursday, 16 September, 2021


મોબાઇલમાં કાર્ટૂન જોઈ રહેલો બાળક બારીમાંથી નીચે પટકાયો

14 September, 2021 10:19 AM IST | Surat | Gujarati Mid-day Correspondent

આ ઘટના સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં પ્રતાપનગરના એક અપાર્ટમેન્ટમાં બની હતી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા પ્રતાપનગરના એક અપાર્ટમેન્ટના ચોથા માળે બારીમાંથી નજર નીચે પડતાં લોકોની ભીડ જોઈ ડરના મારે એક મહિલા નીચે દોડી ગઈ હતી. લોકોએ કહ્યું કે એક બાળક નીચે પટકાતાં તેને મહોલ્લાના છોકરાઓ હૉસ્પિટલ લઈ ગયા છે. આ સાંભળી મહિલાના હોંશ ઊડી ગયા અને તેણે તાત્કાલિક પતિ વસીમ અન્સારીને જાણ કરતાં તે પણ દોડીને ઘરે આવી ગયો હતો.

એક મહિના પહેલાં જ તેઓ પરિવાર સાથે અપાર્ટમેન્ટમાં ભાડાના મકાનમાં રહેવા આવ્યા હતા. વારીશ તેમનો એકનો એક દીકરો હતો. ૫૫ કલાકમાં ૫૦ હજાર ખર્ચ કર્યા બાદ પણ એને બચાવી ન શક્યા. બેડ અને બારી વચ્ચે માત્ર બે ફુટનું જ અંતર હતું.

આ ઘટના સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં પ્રતાપનગરના એક અપાર્ટમેન્ટમાં બની હતી. વસીમની પત્નીએ દીકરા વારીશ સાથે બપોરનું ભોજન કરી રૂમનો દરવાજો બંધ કરી દીકરાને મોબાઇલ પર કાર્ટૂન જોવા આપી વૉશરૂમ ગઈ હતી ત્યારે આ કરુણ ઘટના બની હતી.

14 September, 2021 10:19 AM IST | Surat | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ગુજરાત સમાચાર

ગુજરાતના મંત્રીમંડળમાં 25 મંત્રીઓએ લીધા શપથ, જાણો કોને મળ્યું કેબિનેટમાં સ્થાન 

ગુજરાતના નવા મંત્રીમંડળના સભ્યોનો આજે શપથગ્રહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

16 September, 2021 03:13 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
ગુજરાત સમાચાર

સૌરાષ્ટ્રના વરસાદગ્રસ્તો માટે મોરારીબાપુની પચીસ લાખની સહાય

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત લોકોની જાતમાહિતી મેળવવા કરેલી મુલાકાતની જાણ મોરારીબાપુને થઈ હતી. તેઓએ વ્યાસપીઠના સહયોગ દાયિત્વરૂપે રૂપિયા પચીસ લાખનું દાન રાહતનિધિમાં આપ્યું છે.

16 September, 2021 12:04 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
ગુજરાત સમાચાર

ગુજરાત વિધાનસભા અધ્યક્ષપદેથી રાજેન્દ્ર ત્રિવેદીનું રાજીનામું

ગુજરાત સરકારના પ્રધાનમંડળના નવા સભ્યો આજે શપથ લઈ શકે છે. આ દરમિયાન ગુજરાત વિધાનસભા અધ્યક્ષપદેથી રાજેન્દ્ર ત્રિવેદીએ રાજીનામું આપ્યું છે.

16 September, 2021 03:10 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK