Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદમાં ગુજરાતની પહેલવહેલી ૧૬ માળની પબ્લિક હૉસ્પિટલ બનશે

અમદાવાદમાં ગુજરાતની પહેલવહેલી ૧૬ માળની પબ્લિક હૉસ્પિટલ બનશે

26 September, 2012 02:48 AM IST |

અમદાવાદમાં ગુજરાતની પહેલવહેલી ૧૬ માળની પબ્લિક હૉસ્પિટલ બનશે

અમદાવાદમાં ગુજરાતની પહેલવહેલી ૧૬ માળની પબ્લિક હૉસ્પિટલ બનશે




ગુજરાતની સૌથી પહેલી ૧૬ માળની મલ્ટિ સ્પેશ્યલિટી પબ્લિક હૉસ્પિટલ અમદાવાદમાં બનશે. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન (એએમસી) શહેરની વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલના કૅમ્પસમાં ટેરેસ ઉપર હેલિપૅડની સુવિધા સાથેની હૉસ્પિટલનું નિર્માણ કરશે. આ હૉસ્પિટલમાં ૧૪૫૦ બેડ અને ૩૬ ઑપરેશન-થિયેટર હશે.





એએમસીની સ્ટૅન્ડિંગ કમિટીના ચૅરમૅન ભૂપેન્દ્ર પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ગુજરાતમાં આ પ્રથમ હૉસ્પિટલ બનશે જેમાં બે બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર તેમ જ એની ઉપર ૧૬ ફ્લોર મળીને કુલ ૧૯ ફ્લોરની આ મલ્ટિસ્ટોરી અત્યાધુનિક હૉસ્પિટલ બનશે જેમાં ઇમર્જન્સી માટે હૉસ્પિટલના ટેરેસ પર હેલિપૅડ પણ હશે.

નવી મલ્ટિસ્ટોરીડ હૉસ્પિટલ ગુજરાતના મુખ્ય પ્રધાન સ્વર્ણિમ શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી બાંધવામાં આવશે. એ માટે સમગ્ર પ્રોજેક્ટની અંદાજે કિંમત ૩૩૧ કરોડ રૂપિયા થશે અને આ પ્રોજેક્ટ ત્રણ વર્ષમાં પૂરો થશે. આ હૉસ્પિટલ અત્યાધુનિક સ્ટીલ સ્ટ્રક્ચરલથી બનેલી ભારતની પહેલી પબ્લિક હૉસ્પિટલ હશે જેની ઊંચાઈ ૭૦ મીટર હશે. અમદાવાદના મેયર અસિત વોરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે નવી હૉસ્પિટલમાં ૭૦ મીટરની હાઇટના ત્રણ ટાવર હશે. ગઈ કાલે મળેલી એએમસી મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટની ગવર્નિંગ બોડીની મીટિંગમાં હૉસ્પિટલનું બાંધકામ સોંપવા વિશે ઠરાવ કરવામાં આવ્યો હતો.



ત્રણ ટાવરમાં ૨૮ લિફ્ટ હશે

હૉસ્પિટલના ત્રણ ટાવરમાં ૨૮ લિફ્ટ એલિવેટર્સ હશે. આ ઉપરાંત બે બેઝમેન્ટમાં ૬ ફાયર સ્ર્ટેસ, બે સેન્ટ્રલ સ્ર્ટેસ અને ૪ અલાયદી સ્ર્ટેસ તથા ૨૨૦૦ કાર માટે પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. હૉસ્પિટલમાં તમામ રેગ્યુલર વૉર્ડ ઉપરાંત ૩૬ ઑપરેશન-થિયેટર તથા ૧૪૫૦ બેડ હશે; જેમાં ૯૦૦ જનરલ બેડ, ૨૨૨ સુપર સ્પેશ્યલિટી બેડ, ૧૨૮ આઇસીયુ બેડ અને ૨૦૦ પેઇડ બેડ હશે.

આઇસીયુ = ઇન્ટેન્સિવ કૅર યુનિટ
Whatsapp-channel Whatsapp-channel

26 September, 2012 02:48 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK