Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદની 10 વર્ષની કીર્તિ કોઠારીએ કોરોના સહિત ત્રણ મોટી બીમારીઓને મહાત આપી

અમદાવાદની 10 વર્ષની કીર્તિ કોઠારીએ કોરોના સહિત ત્રણ મોટી બીમારીઓને મહાત આપી

17 June, 2021 02:16 PM IST | Mumbai
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

અમદાવાદની માત્ર ૧૦ વર્ષની સ્ટ્રૉન્ગ ગર્લ કીર્તિ કોઠારી કોરોના, ફંગલ ઇન્ફેક્શન અને એમઆઇએસ–સીથી પીડિત હોવા છતાં પણ આ બધી મુશ્કેલીમાંથી હેમખેમ બહાર આવી છે.

કીર્તિ કોઠારી

કીર્તિ કોઠારી


અમદાવાદની માત્ર ૧૦ વર્ષની સ્ટ્રૉન્ગ ગર્લ કીર્તિ કોઠારી કોરોના, ફંગલ ઇન્ફેક્શન અને એમઆઇએસ–સીથી પીડિત હોવા છતાં પણ આ બધી મુશ્કેલીમાંથી હેમખેમ બહાર આવી છે. 

કીર્તિ કોઠારી તેના દાદાના ઘરે રાજસ્થાન ગઈ હતી, જ્યાં તેને હાઈગ્રેડ તાવ આવ્યો હતો અને આંખ પર સોજા આવી ગયા હતા. તેનાં માતા–પિતા તેને લઈને અમદાવાદ આવી ગયાં હતાં. પ્રાઇવેટ હૉસ્પિટલમાં એની સારવાર કરાવી હતી, જ્યાં આંખની પાસેથી ઇન્ફેક્શનનું પરૂ દૂર કરવામાં આવ્યું હતું. 



અમદાવાદ સિવિલ હૉસ્પિટલના બાળરોગ વિભાગનાં વડા ડૉ. બેલા શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કીર્તિ કોઠારીને સારવાર માટે લવાઈ ત્યારે તેને પેટમાં અસહ્ય દુખાવો અને શરદી–ઉધરસની તકલીફ પણ હતી, જેથી તેના રીપોર્ટ્સ કઢાવ્યા હતા જેમાં એમઆઇએસ–સી અને ફંગલ ઇન્ફેક્શનનું નિદાન થયું હોવાથી ડૉ. ચારુલ મહેતા, ડૉ. ધારા ગોસાઈની સાથે તેની સારવાર શરૂ કરી હતી. કીર્તિને તેના મજબૂત મનોબળે જ સાજી કરી છે.’


Whatsapp-channel Whatsapp-channel

17 June, 2021 02:16 PM IST | Mumbai | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK