° °

આજનું ઇ-પેપર
Saturday, 03 December, 2022


વડોદરા નજીક અકસ્માતમાં બાળકો સહિત ૧૦નાં મૃત્યુ

05 October, 2022 09:06 AM IST | Vadodara
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કન્ટેનર અને છકડા વચ્ચેનો અકસ્માત એટલો ગંભીર હતો કે છકડાનું પતરું કાપીને મૃતદેહ બહાર કાઢવા પડ્યા હતા

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

મધ્ય ગુજરાતમાં વડોદરા નજીક દરજીપુરા પાસે કન્ટેનર અને છકડા વચ્ચે અકસ્માત સર્જાતાં છકડામાં બેઠેલાં બાળકો સહિત ૧૦ વ્યક્તિઓનાં મૃત્યુ થયાં હતાં. અકસ્માત એટલો ગંભીર હતો કે છકડાનું પતરું કાપીને મૃતદેહ બહાર કાઢવા પડ્યા હતા.

દરજીપુરા પાસે ઍરફોર્સ સ્ટેશન નજીક ગઈ કાલે સુરતથી અમદાવાદ તરફ જઈ રહેલા એક કન્ટેનરના ચાલકે કોઈ કારણસર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને એ રૉન્ગ સાઇડમાં જતું રહ્યું, જેના કારણે આ કન્ટેનરે છકડાને અડફેટે લીધો હતો. કન્ટેનર છકડાને અથડાતાં છકડો દબાઈ ગયો હતો. કન્ટેનરે દીવાલને પણ તોડી હતી. ઈજાગ્રસ્તોને સયાજી હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. જોકે છકડામાં બેઠેલાં બે બાળકો અને છકડાના ડ્રાઇવર સહિતના ૧૦ જણનાં મૃત્યુ થયાં હતાં. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને ચાર લાખ અને ઈજાગ્રસ્તોને ૫૦,૦૦૦ રૂપિયાની સહાય આપશે.

05 October, 2022 09:06 AM IST | Vadodara | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK