Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પનીર બટર મસાલાનો ઑર્ડર કરતાં ઝોમેટોએ મોકલ્યું બટર ચિકન, ૫૫ હજારનો દંડ

પનીર બટર મસાલાનો ઑર્ડર કરતાં ઝોમેટોએ મોકલ્યું બટર ચિકન, ૫૫ હજારનો દંડ

07 July, 2019 10:25 AM IST | પુણે

પનીર બટર મસાલાનો ઑર્ડર કરતાં ઝોમેટોએ મોકલ્યું બટર ચિકન, ૫૫ હજારનો દંડ

ઝોમેટોને થયો 55 હજારનો દંડ

ઝોમેટોને થયો 55 હજારનો દંડ


પુણેમાં વકીલ શનમુખ દેશમુખની સાથે પુણેની એક રેસ્ટોરન્ટથી ઝોમેટો ઑનલાઇન ઍપ પરથી ખાવાનું ઓર્ડર કરવું દેશમુખ માટે ભારે પડી ગયું. તે પણ એક વાર નહીં બે વાર. દેશમુખે ઝોમેટો ઍપ પર પનીર બટર મસાલાનો ઓર્ડર કર્યો પરંતુ મોકલી દીધું બટર ચિકન. ફરિયાદ કરતાં રેસ્ટોરાંએ ફરી એક વાર પનીર બટર મોકલવાની વાત કરી અને પછી મોકલી દીધું બટર ચિકન.

એવામાં દેશમુખે ગ્રાહક સુરક્ષાનો દરવાજો ખખડાવ્યો અને તેને ન્યાય પણ મળ્યો.દેશમુખે આ બાબતે જ્યારે પુણેના એડિશનલ ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ફોરમમાં ઝોમેટો અને ખાવાનું મોકલનારી રેસ્ટોરાં પ્રીત પંજાબી સ્વાદની વિરુદ્ધ ફરિયાદ કરી તો સમગ્ર પ્રકરણ સાંભળ્યા બાદ ફોરમે બંને પર ૫૫ હજારનો દંડ ફટકાર્યો. કોર્ટે ઝોમેટોના ગુરુગ્રામ સ્થિત હેડ-ઑફિસ અને રેસ્ટોરાંને આ રકમ ૪૫ દિવસમાં ચૂકવવાનો આદેશ આપી દીધો છે.



આ પણ વાંચોઃ મેટરનિટી લીવની જેમ પુરુષોને મળશે પિતૃત્વની રજા, ઝોમેટોએ કરી શરૂઆત


 સાથોસાથ ફોરમે આદેશ આપ્યો છે કે જો ૪૫ દિવસથી વધુ મોડું થાય છે તો આ રકમ પર ૧૦ ટકાના દરે વ્યાજ પણ ચૂકવવું પડશે. દંડમાં ૫૦ હજાર રૂપિયા બેદરકારી અને ૫ હજાર રૂપિયા માનસિક તકલીફ પહોંચાડવાના બદલામાં દેશમુખને મળશે. આ સંબંધમાં એક મીડિયા ચૅનલે જ્યારે ઝોમેટોના રિજનલ મેનેજર વિપુલ સિન્હા સાથે વાત કરી તો તેઓએ આ સંબંધમાં જાણકારી ન હોવાની વાત કહી. સિન્હાએ કહ્યું કે તેમને ફોરમનો આદેશ નથી મળ્યો.


Whatsapp-channel Whatsapp-channel

07 July, 2019 10:25 AM IST | પુણે

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK