Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૨૬/૧૧ના માસ્ટર-માઇન્ડ લખવીની મુક્તિથી ભારત ધૂંઆપૂંઆ

૨૬/૧૧ના માસ્ટર-માઇન્ડ લખવીની મુક્તિથી ભારત ધૂંઆપૂંઆ

19 December, 2014 03:05 AM IST |

૨૬/૧૧ના માસ્ટર-માઇન્ડ લખવીની મુક્તિથી ભારત ધૂંઆપૂંઆ

૨૬/૧૧ના માસ્ટર-માઇન્ડ લખવીની મુક્તિથી ભારત ધૂંઆપૂંઆ



zakiur-raheman-lakhwi





લશ્કર-એ-તય્યબાના કમાન્ડર ઝકી-ઉર-રહેમાન લખવીને જામીન પર મુક્ત કરવાના રાવલપિંડીની આતંકવાદવિરોધી અદાલતના ફેંસલાનો આકરો પ્રતિભાવ આપવા માટેની જોરદાર તૈયારી નવી દિલ્હી કરી રહ્યું છે.

અદાલતના ફેંસલાની જાહેરાત થયાના ગણતરીના કલાકોમાં જ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે ઇસ્લામાબાદમાંની ભારતીય રાજદ્વારી કચેરી સાથે મળીને આકરા પ્રતિસાદની તૈયારી કરવામાં આવી રહી છે.

રોષે ભરાયેલા ભારતે ગઈ કાલે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ઝકી-ઉર-રહેમાન લખવીની જામીન પર મુક્તિનો ફેંસલો અસ્વીકાર્ય છે અને આ ફેંસલાના પલટવાનાં પગલાં તત્કાળ લેવામાં આવે એ જરૂરી છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરુદ્દીને કહ્યું હતું કે ‘સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદે જેને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કર્યો છે તેને જામીન પર મુક્ત કરવાનો આદેશ અમને જરાય સ્વીકાર્ય નથી. પાકિસ્તાને છેલ્લા કેટલાક દિવસોમાં જે ભયાનક  આતંકવાદનો અનુભવ કર્યો છે એને ધ્યાનમાં લઈને ઇસ્લામાબાદે સમજવું જોઈએ કે આતંકવાદની બાબતમાં સિલેક્ટિવ અપ્રોચ ન ચાલે અને આતંકવાદ સામે કામ પાર પાડવામાં કોઈ પણ પ્રકારનું સમાધાન ન કરવું જોઈએ.’

આ મામલે પ્રતિભાવ આપતાં કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે પેશાવરની આર્મી સ્કૂલ પરના ભયાનક હુમલા પછી ઝકી-ઉર-રહેમાન લખવીને જે રીતે જામીન મળ્યા છે એ નીંદનીય અને દુર્ભાગ્યપૂર્ણ છે. પાકિસ્તાન સરકારે પોતાનો કેસ બરાબર રજૂ ન કર્યો એવું હું માનું છું, પણ ભારત સરકારે પૂરતા પુરાવા આપ્યા છે. મને આશા છે કે પાકિસ્તાન સરકાર આ ફેંસલાનો ઉપલી ર્કોટમાં વિરોધ કરશે અને જામીન રદ કરાવશે.

અદાલતના ફેંસલા સામે ભારતના અપેક્ષિત આકરા પ્રતિસાદને ટાઢો પાડવાના એક પ્રયાસમાં પાકિસ્તાને જણાવ્યું હતું કે અમે ઝકી-ઉર-રહેમાન લખવીને જામીન પર મુક્ત થવા નહીં દઈએ.

ઝકી-ઉર-રહેમાન લખવીને છોડાવવામાં પાકિસ્તાન સરકારની મેલી રમત

મુંબઈ પરના ૨૬-૧૧-૨૦૦૮ના આતંકવાદી હુમલાના મુખ્ય ષડ્યંત્રકાર અને લશ્કર-એ-તય્યબાના ઑપરેશન્સ કમાન્ડર ઝકી-ઉર-રહેમાન લખવીને પાકિસ્તાનની એક ર્કોટે ગઈ કાલે જામીન પર મુક્ત કર્યો હતો. પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફે સારા અને ખરાબ તાલિબાન વચ્ચે ભેદ નહીં રાખવાની જાહેરાત કરી એના એક દિવસ પછી આવેલા આ ફેંસલાને પગલે ભારતમાં પ્રચંડ રોષની લાગણીએ જન્મ લીધો છે. 

અદાલતના આ ફેંસલાની માહિતી આપતાં ફરિયાદ પક્ષના વડા ચૌધરી અઝહરે કહ્યું હતું કે ‘ઇસ્લામાબાદની આતંકવાદવિરોધી અદાલતના જજ કૌસર અબ્બાસ ઝૈદીએ ઝકી-ઉર-રહેમાન લખવીને જામીન પર મુક્ત કર્યો છે. અમારે આ કેસમાં વધુ સાક્ષીઓ રજૂ કરવાના હતા અને અમને અદાલતના આ ફેંસલાની આશા નહોતી. અમે ર્કોટના વિસ્તૃત આદેશની રાહ જોઈ રહ્યા છીએ.’

ઝકી-ઉર-રહેમાન લખવીના વકીલ રાજા રિઝવાન અબ્બાસે કહ્યું હતું કે મારા અસીલ સામે પૂરતા પુરાવા ન હોવાથી તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે.

પેશાવરની આર્મી સ્કૂલ પરના આતંકવાદી હુમલાને વખોડી કાઢવા માટે વકીલોએ બુધવારે હડતાળ પાળી ત્યારે ૫૪ વર્ષની વયના ઝકી-ઉર-રહેમાન લખવી અને છ અન્યોએ જામીનની અરજી દાખલ કરી હતી.

ફરિયાદ પક્ષે પૂરતા સાક્ષીઓ રજૂ કરવા બાબતે જાણી જોઈને ઢીલાશ દેખાડી હોવાનું માનવામાં આવે છે. બુધવારે વકીલો હડતાળ પાળવાના છે એ પાકિસ્તાન સરકાર જાણતી હતી, એમ છતાં ઝકી-ઉર-રહેમાન લખવીની જામીન-અરજીના વિરોધની વ્યવસ્થા કરવામાં નહોતી આવી.

સલામતીનાં કારણોસર આ કેસની સુનાવણી રાવલપિંડીની અડિયાલા જેલમાં બંધબારણે કરવામાં આવી રહી છે. આ કેસની આગામી સુનાવણી ૭ જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે.

લખવીને જામીન મળ્યા એ કમનસીબ ઘટના : ઉજ્જ્વલ નિકમ

મુંબઈ પર પાકિસ્તાન પ્રેરિત ખતરનાક આતંકવાદી હુમલા ૨૬/૧૧ના મુખ્ય કાવતરાખોરોમાંના એક લશ્કર-એ-તય્યબાના ટોચના કમાન્ડર ઝકી-ઉર-રહેમાન લખવીને આ કેસમાં જામીન પર મુક્ત કરવાનો આદેશ પાકિસ્તાનની ર્કોટે આપ્યો છે. મુંબઈ ટેરર અટૅકમાં સરકારી વકીલ ઉજ્જ્વલ નિકમે ગઈ કાલે લખવીના જામીનને કમનસીબ ગણાવી પાકિસ્તાની ઑથોરિટીને આ જામીન કૅન્સલ થાય એના પ્રયાસો કરવાનો આગ્રહ કર્યો હતો.

આ આતંકવાદી સંગઠનના ખતરનાક ઑપરેશનોના ટોચના ભેજાબાજને પાકિસ્તાનની ઍન્ટિ-ટેરરિઝમ ર્કોટે જામીન આપ્યા છે એ વિશે પ્રતિક્રિયા આપતાં નિકમે કહ્યું હતું કે ‘લખવી જામીનમુક્ત થયો એ કમનસીબ વાત છે, કેમ કે હવે પ્રોસિક્યુશનના વિટનેસિસ આગળ નહીં આવે અને જરૂરી પુરાવા પણ નહીં આપે. જો પાકિસ્તાન ખરેખર આતંકવાદ સામે લડવા માગતું હોય તો પહેલાં એણે પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરતાં આવાં તkવોને વીણી-વીણીને ઠેકાણે પાડવાં જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

19 December, 2014 03:05 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK