અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ આંતરરાષ્ટ્રીય સ્તરે ટીકાઓનો ભોગ બનવા અને સ્થાનિક સ્તરે અપમાનિત થવા ઉપરાંત સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ તરફથી પણ અપમાનો સહન કરી રહ્યા છે. કોઈ પણ રાજકીય નેતા સામે ન લેવાયાં હોય એવાં પગલાં રિપબ્લિકન નેતા ડોનલ્ડ ટ્રમ્પ સામે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ તરફથી લેવાઈ રહ્યાં છે. કૅપિટલ હિલ પર હિંસા બાદ ટ્વિટરનો અકાઉન્ટ કાયમી સસ્પેન્ડ કરવામાં આવ્યા પછી હવે ડોનલ્ડ ટ્રમ્પની યુટ્યુબ ચૅનલ એક અઠવાડિયા માટે સસ્પેન્ડ કરવામાં આવી છે.
યુટ્યુબના સંચાલકોએ ગઈ કાલે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે ડોનલ્ડ ટ્રમ્પની યુટ્યુબ ચૅનલ પર તાજેતરમાં પોસ્ટ કરવામાં આવેલું કન્ટેન્ટ અમારી નીતિઓનો ભંગ કરનારું હોવાથી એ ચૅનલ સસ્પેન્ડ કરવામાં આવી છે. જોકે ચોક્કસ કયા વિડિયોના અનુસંધાનમાં યુટ્યુબ તરફથી આ પગલું લેવામાં આવ્યું છે, એની સ્પષ્ટતા કરવામાં આવી નહોતી.
ડોનલ્ડ ટ્રમ્પ ઇમ્પીચ્ડ : પ્રમુખ બનવા પર આજીવન બૅન મૂકવાની હિલચાલ
15th January, 2021 14:53 ISTટ્રમ્પ વિરુદ્ધના ઇમ્પિચમેન્ટ પ્રસ્તાવ પર થયું મતદાન
14th January, 2021 16:03 ISTYouTubeએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચેનલ કરી સસ્પેન્ડ
13th January, 2021 12:06 ISTટ્રમ્પનું ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ થતાં નરેન્દ્ર મોદી ટ્વિટર પર નંબર-વન રાજનેતા બન્યા
11th January, 2021 14:24 IST