એટીએમમાંથી પૈસા કઢાવતી વખતે હવે સાવધાન

Published: 4th September, 2012 04:47 IST

પોતાના બૅન્ક-ખાતામાંથી પૈસા કઢાવવા એટીએમનો ઉપયોગ કરતા બૅન્ક-કસ્ટમરોએ હવે થોડા સાવધ રહેવું પડશે,

કારણ કે અત્યાર સુધી એટીએમમાંથી કાઢવામાં આવતા પૈસા જો કસ્ટમર લેવાનું ભૂલી જાય તો એ પાછા એટીએમમાં જતા રહેતા હતા અને બૅન્ક-કસ્ટમરના ખાતામાં પાછા જમા થઈ જતા હતા, પણ હવે આ પૈસા પાછા એટીએમમાં જતા નહીં રહે. એનો અર્થ એ થયો કે જો એટીએમમાંથી પૈસા કઢાવ્યા બાદ એને લેવાનું ભૂલી ગયા તો તમારા ખાતામાં એ પાછા જમા નહીં થાય.

 એટીએમમાં પૈસા પાછા જતા રહેવાની જે ફૅસિલિટી હતી એને કૅશ રિટ્રૅક્શન કહેવામાં આવે છે અને દેશમાં બૅન્કિંગ-વ્યવસ્થાનું નિયમન કરતી રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ આ ફૅસિલિટી બંધ કરી દેવાનું જણાવતાં ગઈ કાલથી એ બંધ થઈ ગઈ છે. એથી હવે એટીએમ વાપરતી વખતે મોબાઇલ ફોન પર વાત કરતાં કે બીજાં કોઈ કારણોસર જો કાઢવામાં આવેલા પૈસા લઈ લેવામાં નહીં આવે તો એ પૈસાથી તમારે હાથ ધોઈ નાખવા પડશે.

એટીએમ = ઑટોમેટેડ ટેલર મશીન

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK