મુંબઈ : ૨૭ વર્ષના યુવાને ૯૦ વર્ષની મહિલા પર કર્યો બળાત્કાર

Published: 14th October, 2014 02:41 IST

૯૦ વર્ષની મહિલા પર બળાત્કાર કરવાના કેસમાં ટિળકનગર પોલીસે ચેમ્બુરના ૨૭ વર્ષના પ્રભુ નાડરની ધરપકડ કરી હતી. મહિલાને સાયન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.ટિળકનગરના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર ભાગવત સોનાવણેએ આ બનાવ વિશે વિગતવાર જણાવતાં કહ્યું હતું કે ‘ગયા ગુરુવારે ૯૦ વર્ષની આ મહિલા બપોરનું ભોજન લઈને આરામ કરી રહી હતી. તેના ઘરનો દરવાજો અડધો ખુલ્લો હોવાને કારણે આરોપી સરળતાથી ઘરમાં ઘૂસી ગયો હતો. દારૂ પીધો હોવાને કારણે તેને કશું ભાન નહોતું. આરોપીએ મહિલાના હાથ-પગ બાંધી દીધા હતા અને તેને કંઈ ખબર પડે એ પહેલાં તેનું મોં બંધ કરીને તેના પર બળાત્કાર કર્યો હતો. ઘટના બાદ મહિલા બેભાન થઈ ગઈ હતી. ભાનમાં આવતાં તેણે જેમતેમ પોતાને બંધાયેલી અવસ્થામાંથી મુક્ત કરીને બાજુમાં રહેતા પોતાના પુત્રને ઘટનાની જાણ કરી હતી. ત્યાર બાદ મહિલાને તરત જ સાયન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.’

મહિલાના પૌત્ર સાથે આરોપી પ્રભુ નાડરની મિત્રતા હતી. ઘટનાના દિવસે આરોપીએ તેના એક મિત્ર સાથે ઘાટકોપરમાં દારૂ પીધો હતો અને તે મિત્રના મોબાઇલ ફોન અને પર્સની ચોરી કરી હતી. દારૂના નશામાં ચકચૂર હોવાથી આરોપી પોતાના અમરનગર વિસ્તારમાં આવેલા ઘરની બાજુની ફૂટપાથ પર પડી ગયો હતો. પોલીસે ઘટનાના દિવસે રાત્રે જ તેની ધરપકડ કરી હતી.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK