Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ડ્રીમ હાઉસ હવે માત્ર કલ્પના બની રહેશે

ડ્રીમ હાઉસ હવે માત્ર કલ્પના બની રહેશે

20 December, 2011 06:58 AM IST |

ડ્રીમ હાઉસ હવે માત્ર કલ્પના બની રહેશે

ડ્રીમ હાઉસ હવે માત્ર કલ્પના બની રહેશે




(વિનોદકુમાર મેનન)





મુંબઈ, તા. ૨૦

અમારા મહેસૂલ અધિકારીઓ રેડી રેકનરને અંતિમ ઓપ આપી રહ્યા છે અને પહેલી જાન્યુઆરી ૨૦૧૨થી એનો અમલ શરૂ થશે. મહેસૂલ અધિકારીઓ રિયલ એસ્ટેટ પ્રદર્શનમાં ગયા હતા અને જુદા-જુદા વિસ્તારમાં હાલમાં પ્રવર્તી રહેલા માર્કેટ-રેટ તેમણે એકઠા કર્યા છે.’



રેડી રેકનરના દરમાં વધારો કરવાના સરકારના પગલાની તરફેણમાં બોલતાં બાળાસાહેબ થોરાતે કહ્યું હતું કે ‘ગયા વર્ષે મુંબઈને છોડીને રાજ્યમાંથી સરકારને ૧૪,૦૦૦ કરોડ રૂપિયાની આવક મળી હતી, પણ માર્ચ ૨૦૧૨માં પૂરા થતા વર્ષ માટેનો ટાર્ગેટ પૂરો કરવો મુશ્કેલ છે. જો કોઈને લાગતું હોય કે રેડી રેકનરના દર વધારે પડતા છે તો તેઓ નૉમિનલ ફી ભરીને તેમનાં ડૉક્યુમેન્ટ્સ સ્ટૅમ્પ-ઑફિસમાં ઍડજુડિકેશન પ્રોસેસ હેઠળ આપી શકે છે. આવા કેસમાં માર્કેટ-રેટ કે રેડી રેકનર-રેટમાંથી જે ઓછા દર હશે એ હિસાબે સ્ટૅમ્પ-ડ્યુટી વસૂલ કરવામાં આવશે.’

મહેસૂલ અધિકારીઓ જણાવી રહ્યા છે કે મુંબઈ શહેર અને ઉપનગરો માટે ૮૦૦૦ કરોડ રૂપિયાનો ટાર્ગેટ છે, જ્યારે મહારાષ્ટ્ર માટે ૧૬,૦૦૦ કરોડ રૂપિયાનો ટાર્ગેટ છે જે અચીવ કરવો મુશ્કેલ છે.

સ્ટૅમ્પ-ડ્યુટી ઍન્ડ રજિસ્ટ્રેશન પેપર્સ અસોસિએશનના પ્રેસિડન્ટ ઍડ્વોકેટ વિનોદ સંપટે કહ્યું હતું કે ‘આ વધારો અન્યાયી છે. પ્રૉપર્ટી માર્કેટમાં મંદી છે એટલે સરકાર પણ એનો લક્ષ્યાંક પૂર્ણ કરી શકતી નથી. નવા વર્ષમાં ઘરની માગણી વધુ ઘટશે એમ મનાય છે ત્યારે ઘર ખરીદનારાઓ માટે આ નવા દર દુકાળમાં અધિક માસ જેવા સાબિત થશે. નવા દર ફ્લૅટ વેચનારાઓને પણ અસર કરશે, કારણ કે ફ્લૅટના વેચાણ વખતે રેડી રેકનરના ભાવ મુજબ તેમણે કૅપિટલ ગેઇન ટૅક્સ ભરવાનો રહેશે.’ Whatsapp-channel Whatsapp-channel

20 December, 2011 06:58 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK