ચીનમાં જન્મ સમયે જ યાઓ અને ગુઓ નામનાં બે બાળકો ૧૯૯૩માં તેમના જન્મ સમયે જ કાફેંગ શહેરની હેનાન યુનિવર્સિટીની હુઆહે હૉસ્પિટલમાં બદલાઈ ગયાં હતાં. જોકે ૨૮ વર્ષ સુધી તેમને આ બાબતની જાણ થઈ શકી નહોતી. યાઓને કૅન્સરની બીમારીનું નિદાન થયું અને તે ત્રણ મહિનાથી વધુ નહીં જીવી શકે એમ જાણવા મળ્યું. યાઓ જેને પોતાની માતા માનતો હતો તેણે લિવરનો હિસ્સો દાન કરવાની તૈયારી દર્શાવી, પરંતુ તે મૅચ ન થતાં યાઓએ તેની પૅટરનિટી ટેસ્ટ કરાવી જેના પરથી તેના પિતા પણ તેના જન્મદાતા પિતા ન હોવાનું જણાયું હતું. આમ બન્ને પરિવારોને તેમના બાળકોની અદલાબદલી થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
સાચી વાતની ખબર પડતાં યાઓ અને તેના પરિવારે હૉસ્પિટલ પર કેસ દાખલ કરતાં કોર્ટે ૨૮ વર્ષ સુધી યાઓ અને તેના પરિવારે વેઠવી પડેલી માનસિક યાતના માટે ૧૦ લાખ યુઆન એટલે કે લગભગ ૧.૧૩ કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
માસ્ક નહીં પહેરું એવું હાથ પર ટૅટૂ ચીતરાવનાર મહિલા હવે પસ્તાય છે
25th February, 2021 07:30 ISTમાણસનો ચહેરો ધરાવતી બેબી શાર્કને જોઈને માછીમાર અચંબામાં પડી ગયો
25th February, 2021 07:30 ISTબાળકનાં અલ્ટ્રા સાઉન્ડ સ્કૅન્સ મીણબત્તી પર ચીતરવાનો અનોખો પૅશન આ ટીનેજરનો
25th February, 2021 07:30 ISTજપાનની આ માછલી 226 વર્ષ જીવી
25th February, 2021 07:30 IST