મલબાર હિલના રાજભવનના ગેટ પાસે આવેલા એ-વન અપાર્ટમેન્ટમાં થોડા વખતથી ભાડે રહેવા આવેલી ૨૪ વર્ષની ક્રિતિકા કુલશ્રેષ્ઠાએ ગઈ કાલે સવારે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ વિશે માહિતી આપતાં મલબાર હિલ પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર સૂર્યકાન્ત બાંગરે કહ્યું હતું કે ‘મરનાર ૨૪ વર્ષની યુવતીના પેરન્ટ્સ તરફથી અમને કૉલ આવ્યો હતો કે અમારી દીકરી ફોન રિસીવ નથી કરી રહી એટલે તપાસ કરો. અમે તપાસ કરી તો દરવાજો અંદરથી બંધ હતો. લૉક તોડી દરવાજો ખોલીને તપાસ કરતાં યુવતી ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. પંચનામું કર્યા બાદ તેના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલાવ્યો હતો. તેની પાસેથી સુસાઇડ-નોટ મળી હતી, જેમાં લખ્યું હતું, ‘હું ડિપ્રેશનમાં હોવાથી આ અંતિમ પગલું ભરી રહી છું. મારા આ પગલા માટે કોઈ અન્યને જવાબદાર ગણશો નહીં.’
મુંબઇમાં આજે નહીં લાગે Corona Vaccine, જાણો વધુ
7th March, 2021 13:45 ISTVideo: 100મા જન્મદિવસે મુંબઇના આ 'દાદી'ને પહેલા વેક્સીન અને પછી આ...
7th March, 2021 12:10 ISTWomen’s Day: સફળ કારકિર્દી અને શોખમાંથી શોખની પસંદગી કરી છે ધર્મિષ્ઠા પટેલે
7th March, 2021 12:07 ISTમાનવભક્ષી વાઘણના બચ્ચાને પેન્ચના જંગલમાં છોડી મુકાયું
7th March, 2021 09:27 IST