બ્રિટનમાં ટેલફ્રૉડમાં રહેતી એક આર્યન એજનિના એટર્કિસને ૧૦ વર્ષની ઉંમરમાં તેની વયનાં બાળકોને જ નહીં, પરંતુ વયસ્કો માટે પણ ફિટનેસ ગોલ સેટ કર્યા છે. ૭ વર્ષની ઉંમરમાં જ તેણે વેઇટલિફ્ટિંગ કરવાની શરૂઆત કરી દીધી હતી. આમ તો તેના પિતા તેની વેઇટલિફ્ટિંગ કરવાની તરફેણમાં છે, પરંતુ જ્યાં સુધી તે પોતાને ઈજા પહોંચાડ્યા વિના વેઇટ લિફ્ટ ન કરી શકે ત્યાં સુધી તેને પરવાનગી નહોતી આપી. તેમનું કહેવું છે કે તે ફિટનેસ પ્રત્યે એટલી સજાગ છે કે ક્રિસમસમાં તેણે અન્ય બાળકોની જેમ રમકડાં માગવાને બદલે ફિટનેસનાં સાધનોની ગિફ્ટ માગી હતી તેમ જ મોટી થયા બાદ તે ઑલિમ્પિક્સ, કૉમનવેલ્થ ગેમ્સ અને ક્રૉસફિટ ગેમ્સમાં ભાગ લેવા માગે છે. ફિટનેસમાં તેને ડમ્બેલ્સ અને કેટલ બૉલ્સ વધુ પસંદ છે. તેનું સ્વપ્ન ઑલિમ્પિક્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરવાનું તેમ જ પોતાનું જિમ શરૂ કરવાનું છે.
લૉકડાઉનમાં નવા કાર્ડની રમત તૈયાર કરીને આ યુગલે લાખોની કમાણી કરી
22nd January, 2021 09:51 ISTઆ કાંગારૂભાઈ પહેલી નજરે તો એકદમ પ્રોફેશનલ બૉડી-બિલ્ડર જેવા લાગે છે
22nd January, 2021 09:47 ISTઅરરર! ઈરાનના આ ભાઈ ૬૭ વર્ષથી નાહ્યા જ નથી
22nd January, 2021 09:35 ISTવ્હેલની સાત કિલો ઊલટી થાઇલૅન્ડના આ માછીમારને બનાવશે ૧.૭ કરોડનો આસામી
22nd January, 2021 09:29 IST