Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પેટ્રોલમાં થાય છે લિટરે ૩૦ રૂપિયા ટૅક્સની વસૂલી

પેટ્રોલમાં થાય છે લિટરે ૩૦ રૂપિયા ટૅક્સની વસૂલી

17 November, 2011 06:01 AM IST |

પેટ્રોલમાં થાય છે લિટરે ૩૦ રૂપિયા ટૅક્સની વસૂલી

પેટ્રોલમાં થાય છે લિટરે ૩૦ રૂપિયા ટૅક્સની વસૂલી

(વિનોદકુમાર મેનન)

મુંબઈ, તા. ૧૭

પેટ્રોલના ભાવમાં થયેલા ઘટાડાને કારણે તમે જે આનંદ અનુભવી રહ્યા છો એના પર થોડો અંકુશ રાખો એ જરૂરી છે. તાજેતરમાં આંકડાઓના અભ્યાસ પરથી ખબર પડી છે કે ગ્રાહકોને પેટ્રોલ માટે આટલી ઊંચી રકમ ચૂકવવી પડે છે, કારણ કે દરેક લિટર પેટ્રોલ પર લગભગ ૪૪ ટકા ટૅક્સ લાગે છે. બુધવારથી પેટ્રોલની લિટરદીઠ કિંમતમાં ૨.૩૪ રૂપિયાનો ઘટાડો થતાં એની કિંમત ૭૩.૮૧માંથી ૭૧.૪૭ થઈ ગઈ છે. આ કિંમતમાં ડીલરના કમિશન સાથે એક લિટર પેટ્રોલની કિંમત તો ૪૧.૪૫ રૂપિયા જ છે, જ્યારે બાકીની રકમ ટૅક્સને કારણે વધે છે.

આ મુદ્દે વાત કરતાં ભારત પેટ્રોલિયમના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘અત્યારે મુંબઈમાં ૧૦૦૦ લિટર પેટ્રોલની રીટેલ સેલિંગ પ્રાઇસ ૭૧,૪૭૦ રૂપિયા (૭૧.૪૭ રૂપિયા પ્રતિ લિટર) છે. જો ૧૦૦૦ લિટરના પેટ્રોલની કિંમતમાં કેન્દ્ર સરકારની એક્સાઇઝ ડ્યુટી અને સેસ ચાર્જના ૧૪,૭૮૧ રૂપિયા (૧૪.૭૮ રૂપિયા પ્રતિ લિટર), રાજ્ય સરકારનો વૅટ, ઑક્ટ્રૉય અને ટોલ ચાર્જના ૧૫,૨૩૨ રૂપિયા (૧૫.૨૩ રૂપિયા પ્રતિ લિટર) અને પેટ્રોલ પર લાગતો ઍક્ચ્યુઅલ ટૅક્સ ૩૦,૦૧૩ રૂપિયા (૩૦.૦૧ રૂપિયા પ્રતિ લિટર) બાદ કરવામાં આવે તો ડીલરના કમિશન સહિત ૧૦૦૦ લિટર પેટ્રોલની કિંમત ૪૧,૪૫૭ રૂપિયા (૪૧.૪૫ રૂપિયા પ્રતિ લિટર) જેટલી થાય છે.’

એક ઑઇલ કંપનીના અધિકારીએ કરેલી સ્પષ્ટતા પ્રમાણે છેલ્લા એક વર્ષથી જ્યારથી સરકારે પેટ્રોલના વેચાણ પરનું પોતાનું નિયમન હટાવી લીધું છે ત્યારથી એના ભાવ પર બે પરિબળોની ભારે અસર થાય છે અને આ બે પરિબળો છે આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલની કિંમત અને ડૉલર સામે રૂપિયાની કિંમત. જ્યારે ડૉલરની સામે રૂપિયો નબળો પડે છે ત્યારે ત્રણ ભારતીય ઑઇલ કંપનીઓ ઇન્ડિયન ઑઇલ, બીપીસીએલ (ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ) અને એચપીસીએલ (હિન્દુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ) પર એની નકારાત્મક અસર થાય છે અને પરિણામે એમને પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવ વધારવાની ફરજ પડે છે. હાલમાં સરકાર ડીઝલ, કેરોસીન અને એલપીજી (લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ)ના ભાવોનું નિયમન કરતી હોવાને કારણે એની કિંમતોમાં થતા વધારાનો ભાવ સામાન્ય માણસ પર નથી આવી પડતો. હાલમાં સરકાર ડીઝલમાં પ્રતિ લીટરે ૧૦.૧૭ રૂપિયાની, કેરોસીનમાં પ્રતિ લિટરે ૨૫.૬૬ રૂપિયાની અને એલપીજીમાં પ્રતિ સિલિન્ડરે ૨૬૦ રૂપિયાની સબસિડી આપે છે.

બીપીસીએલની ખોટની વાત કરીએ તો કંપની દૈનિક ધોરણે ડીઝલમાં પંચાવન કરોડ રૂપિયાની, કેરોસીનમાં ૧૪ કરોડ રૂપિયાની અને એલપીજીમાં ૧૮ કરોડ રૂપિયાની ખોટ ખાય છે. ઑઇલ માર્કેટિંગ કંપનીઓની રોજની સંયુક્ત ખોટની ગણતરી કરીએ તો બધી કંપનીઓ મળીને ડીઝલમાં ૨૧૮ કરોડ રૂપિયાની, કેરોસીનમાં ૭૩ કરોડ રૂપિયાની અને એલપીજીમાં ૭૬ કરોડ રૂપિયાની ખોટ રોજ ખાય છે. ૨૦૧૧-’૧૨ના નાણાકીય વર્ષમાં બીપીસીએલની કુલ ખોટ ત્રીસ હજાર કરોડ રૂપિયા કરતાં વધારે અને બધી ઑઇલ માર્કેટિંગ કંપનીઓની કુલ ખોટ એક લાખ ત્રીસ હજાર કરોડ રૂપિયા જેટલી નોંધાઈ છે.

જોકે મુંબઈમાં ૨૫૦ અને મહારાષ્ટ્રના આસપાસના વિસ્તારોમાં ૨૮૦૦ પેટ્રોલપમ્પ જેટલા રજિસ્ટર્ડ સભ્ય ધરાવતા પેટ્રોલ ડીલર અસોસિએશનના પ્રેસિડન્ટ રવિ શિંદેએ કહ્યું હતું કે ‘એ વાત સાચી છે કે પેટ્રોલિયમ પેદાશો પર વધારે પડતો ટૅક્સ લગાવવામાં આવે છે અને ગ્રાહકોના અડધા પૈસા આ કેન્દ્ર તથા રાજ્ય સરકારના આ ટૅક્સની ચુકવણીમાં જ ચાલ્યા જાય છે. જોકે સરકાર ડીઝલ, કેરોસીન અને એલપીજી પર બહુ સબસિડી આપતી હોવાને કારણે એની પાસે પેટ્રોલ પર આટલો બધો ટૅક્સ લાદવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. હકીકતમાં સરકારે આ પેટ્રોલિયમના ક્ષેત્રમાંથી બહાર નીકળી જવું જોઈએ અને ત્રણ ઑઇલ માર્કેટિંગ કંપનીને અંદરોઅંદર સ્પર્ધા કરવા દેવી જોઈએ. આ રીતે જ લોકો અત્યારના વધારે પડતા ટૅક્સથી બચી શકશે. વળી ડીઝલ (૪૮ રૂપિયા પ્રતિ લિટર) અને કેરોસીન (૧૭ રૂપિયા પ્રતિ લિટર)ના ભાવમાં આટલો બધો તફાવત હોવાને કારણે એની ભેળસેળ થાય છે. ડીઝલના ભાવમાં થતો એક રૂપિયાનો વધારો પેટ્રોલના ભાવમાં થતા ચાર રૂપિયાના વધારા સમાન છે. જો સરકાર આ ક્ષેત્રમાંથી બહાર નીકળી જાય તો ઑઇલ માર્કેટિંગ કંપનીઓ પોતાની ઇચ્છા પ્રમાણે ગમે તે સમયે ક્રૂડની ખરીદી કરી શકે છે અને જો આવું થાય તો કંપનીઓ અત્યારે જે નુકસાન સહન કરે છે એ ભવિષ્યમાં એણે સહન નહીં કરવું પડે.’

પેટ્રોલ ડીલરો શું કહે છે?

Whatsapp-channel Whatsapp-channel

17 November, 2011 06:01 AM IST |

App Banner App Banner

અન્ય લેખો

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK