Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > UP: યોગી સરકારનું ત્રીજું બજેટ રજૂ, હિંદુત્વના એજન્ડા સાથે વિકાસ

UP: યોગી સરકારનું ત્રીજું બજેટ રજૂ, હિંદુત્વના એજન્ડા સાથે વિકાસ

07 February, 2019 07:21 PM IST | લખનઉ

UP: યોગી સરકારનું ત્રીજું બજેટ રજૂ, હિંદુત્વના એજન્ડા સાથે વિકાસ

યુપીમાં રજૂ થયું બજેટ 2019

યુપીમાં રજૂ થયું બજેટ 2019


કેન્દ્ર સરકાર પછી ગુરૂવારે યુપીની યોગી સરકારે પણ પોતાનું ત્રીજું બજેટ રજૂ કરી દીધું છે. લોકસભા ચૂંટણી 2019 પહેલા રજૂ થનારા બંને બજેટમાં દરેક વર્ગના મતદાતાને ખુશ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. યોગી સરકારે નાણાકીય વર્ષ 2019-20ના બજેટમાં હિંદુત્વના એજન્ડાને મજબૂત કરવાની સાથે વિકાસને પણ ઝડપી બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

વિધાનસભાના બજેટસત્રના ત્રીજા દિવસે યુપી સરકારના નાણામંત્રી રાજેશ અગ્રવાલે 4,79,701.10 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે. યુપી સરકારનું બજેટ ગયા બજેટની સરખામણીએ 12 ટકા વધારે છે. ખાસ વાત એ છે કે ચૂંટણીના વર્ષમાં સરકારે 21,212.95 કરોડ રૂપિયાની નવી યોજનાઓને સામેલ કરી છે.



પાંચ એક્સપ્રેસ-વે માટે 3794 કરોડ રૂપિયા


નાણામંત્રીએ બજેટમાં પૂર્વાંચલ એક્સપ્રેસ માટે 1194 કરોડ રૂપિયા, બુંદેલખંડ એક્સપ્રેસ-વે માટે 1000 કરોડ રૂપિયા, ગોરખપુર લિંક એક્સપ્રેસ-વે માટે 1000 કરોડ રૂપિયા, ડિફેન્સ કોરિડોર માટે 500 કરોડ રૂપિયા, આગ્રા-લખનઉ એક્સપ્રેસ-વે માટે 100 કરોડ રૂપિયા, સ્માર્ટ સિટી યોજના માટે 758 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. તેમણે બજેટ ભાષણમાં જણાવ્યું કે સ્વચ્છ ગ્રામીણ મિશન હેઠળ 58,770 ગ્રામ પંચાયતોને ખુલ્લામાં શૌચથી મુક્ત કરી દેવામાં આવી છે.

હિંદુત્વની સાથે લઘુમતી કલ્યાણ પણ


લોકસભા ચૂંટણીના બરાબર પહેલા રજૂ કરવામાં આવેલા આ બજેટમાં સરકાર હિંદુત્વના મુદ્દાને ધાર આપવાની સાથે જ લઘુમતી કલ્યાણનું પણ સંપૂર્ણ ધ્યાન રાખ્યું છે. બજેટમાં મથુરા-વૃંદાવન વચ્ચે ઓડિટોરિયમ નિર્માણ માટે 8.38 કરોડ રૂપિયા, સાર્વજનિક રામલીલા સ્થળોની ચાર દીવાલો માટે 50 કરોડ રૂપિયા, યુપી બ્રજ તીર્થ સુવિધાઓ માટે 125 કરોડ રૂપિયા, અયોધ્યા તેમજ ગઢમુક્તેશ્વરના પર્યટન સ્થળો માટે ક્રમશઃ 101 કરોડ અને 27 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે.

આ ઉપરાંત વારાણસીમાં લગહ તારા તળાવ કબીર સ્થળ, ગુરૂ રવિદાસ જન્મસ્થળી સીર ગોવર્ધનપુર સુદ્રઢીકરણ તેમજ પ્રયાગમાં ભારદ્વાજ આશ્રમ અને લખનઉમાં વીજળી પાસી કિલ્લાનો વિકાસ પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે. વૃંદાવન શોધ સંસ્થાનના સુદ્રઢીકરણ માટે એક કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. સરકાર પર્યટન નીતિ 2018ના ક્રિયાન્વયન પર 120 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. લઘુમતી કોમની શિષ્યવૃત્તિ માટે 942 કરોડ રૂપિયા અને અરબી-ફારસી મદરેસાઓના આધુનિકીકરણ માટે 459 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે.

બજેટના અન્ય મુખ્ય મુદ્દાઓ

- કન્યા સુમંગલ યોજના માટે 1200 કરોડ રૂપિયા
- પુષ્ટાહાર માટે 4004 કરોડ રૂપિયા
- આયુષ્માન ભારત યોજના માટે 1298 કરોડ રૂપિયા
- પ્રધાનમંત્રી માતૃવંદના યોજના માટે 291 કરોડ રૂપિયા
- આયુષ્માન યોજનાથી વંચિત લોકોને મુખ્યમંત્રી જનારોગ્ય અભિયાન હેઠળ 111 કરોડ રૂપિયા
- બંધ સરકારી તેમજ સહકારી ખાંડ મિલોના પુનર્સંચાલન માટે 75 કરોડ રૂપિયા
- અવસ્થાપના તેમજ ઔદ્યોગિક રોકાણ નીતિ 2012ના ક્રિયાન્વયન પર 600 કરોડ રૂપિયા
-નવી ઔદ્યોગિક નીતિ અને ઔદ્યોગિક રોકાણ તેમજ રોજગાર પ્રોત્સાહન નીતિ 2017 માટે 482 કરોડ રૂપિયા
- ઔદ્યોગિક રોકાણ પ્રોત્સાહન યોજના 2003 માટે 120 કરોડ રૂપિયા
- ઔદ્યોગિક રોકાણ પ્રોત્સાહન યોજના 2012 માટે 180 કરોડ રૂપિયા
- મુખ્યમંત્રી યુવા સ્વરોજગાર યોજના માટે 100 કરોડ રૂપિયા
- એક જનપદ એક ઉત્પાદ યોજના માટે 250 કરોડ રૂપિયા
- હવાઈ પટ્ટીઓના નિર્માણ, વિસ્તાર અને સુદ્રઢીકરણ માટે 1000 કરોડ રૂપિયા
- અયોધ્યામાં એરપોર્ટ માટે 200 કરોડ રૂપિયા

ચિકિત્સા અને સ્વાસ્થ્ય

- રાજ્યમાં બેડની સુવિધા ધરાવતી 100 હોસ્પિટલ્સની સ્થાપના માટે 47.50 કરોડ રૂપિયા
- નિર્ધારિત જિલ્લાઓમાં હોસ્પિટલ્સને મેડિકલ કોલેજમાં બદલવાની યોજના માટે 908 કરોડ રૂપિયા
- લખનઉની કિંગ જ્યોર્જ મેડિકલ કોલેજના વિવિધ કાર્યો માટે 907 કરોડ રૂપિયા
- બલરામપુરમાં કિંગ જ્યોર્જ મેડિકલ કોલેજ, લખનઉના સેટેલાઇટ સેન્ટરને સ્થાપિત કરવા માટે 25 કરોડ રૂપિયા
- લખનઉ સ્થિત સંજય ગાંધી પીજીઆઈ માટે 854 કરોડ અને ડૉ. રામમનોહર લોહિયા સંસ્થા માટે 396 કરોડ રૂપિયા
- ગ્રામીણ આયુર્વિજ્ઞાન સંસ્થાન સૈફઈ માટે 357 કરોડ અને કેન્સર સંસ્થાન લખનઉના વિસ્તાર માટે 248 કરોડ રૂપિયા
- અટલ બિહારી વાજપેયી ચિકિત્સા વિશ્વવિદ્યાલય, લખનઉની સ્થાપના માટે 50 કરોડ રૂપિયા
- રાજ્યમાં આયુષ વિશ્વવિદ્યાલય માટે 10 કરોડ રૂપિયા

પોલીસને પણ કર્યા ખુશ

- 36 નવા પોલીસ સ્ટેશન્સ, પીએસીની પ્રશિક્ષણ ક્ષમતામાં વિસ્તાર અને પોલીસકર્મીઓની બેરક માટે 700 કરોડ રૂપિયા
- પોલીસ વિભાગમાં ટાઇપ એ તેમજ બીના આવાસીય ભવન નિર્માણ માટે 700 કરોડ રૂપિયા
- નવા જિલ્લાઓમાં પોલીસ લાઇનના નિર્માણ માટે 400 કરોડ રૂપિયા
- 50 અગ્નિશમન કેન્દ્ર સાથે આવાસીય અને અનાવાસીય ભવન નિર્માણ માટે 200 કરોડ રૂપિયા
- પોલીસ આધુનિકીકરણ માટે 204 કરોડ રૂપિયા

ખેડૂતો માટે

- રાષ્ટ્રીય કૃષિ યોજના માટે 892 કરોડ રૂપિયા
- રાષ્ટ્રીય ફસલ બીમા યોજના માટે 450 કરોડ રૂપિયા
- ઉર્વરકોના પૂર્વ ભંડારણ માટે 150 કરોડ રૂપિયા
- 6000 ક્રય કેન્દ્રો દ્વારા 1840 રૂપિયા પ્રતિ ક્વિંટલના દરે ઘઉંના ક્રયનું લક્ષ્ય
- 60.51 લાખ ક્વિંટલ બીજ વિતરણનું લક્ષ્ય
- 77.26 લાખ મેટ્રિક ટન ઉર્વરક વિતરણનું લક્ષ્ય
- મંડી પરિષદ દ્વારા ગ્રામીણ અંચલમાં 500 હાટ-પેઠના વિકાસ પર 150 કરોડ રૂપિયા

મત્સ્યપાલન અને પશુપાલન તેમજ દૂધવિકાસ

- દારૂ પર લાગેલા ગૌ સેસથી મળતા અંદાજિત 165 કરોડ રૂપિયાથી નવી ગૌશાળા અને તેમના ભરણ-પોષણની વ્યવસ્થા
- ગ્રામીણ ક્ષેત્રે ગૌવંશની જાળવણી અને ગૌશાળા નિર્માણ માટે 247.60 કરોડ રૂપિયા
- શહેરી ક્ષેત્રે કાન્હા ગૌશાળા અને અનાથ પશુ આશ્રય યોજના માટે 200 કરોડ રૂપિયા
- પંડિત દીનદયાલ ઉપાધ્યાય લઘુડેરી યોજના હેઠળ 10 હજાર નવા યુનિટ્સની સ્થાપના પર 64 કરોડ રૂપિયા
- મથુરામાં નવી ડેરીની સ્થાપના માટે 56 કરોડ રૂપિયા
- યુપી દુગ્ધ નીતિ 2018ના વિવિધ કાર્યક્રમો માટે 5 કરોડ રૂપિયા
- દૂધસંઘો તથા સમિતિઓના સુદ્રઢીકરણષ કૃષિ પ્રશિક્ષણ, ટેક્નીકલ રોકાણ, પશુ પ્રજનન તેમજ સ્વાસ્થ્ય કાર્યક્રમો માટે 93 કરોડ
- મત્સ્યપાલક ફંડ માટે 25 કરોડ રૂપિયા
- મત્સ્યપાલક વિકાસ અભિકરણને નાણાકીય સહાયતા માટે 8.82 કરોડ રૂપિયા

ગ્રામ્ય વિકાસ અને પંચાયતી રાજ

- પ્રધાનમંત્રી આવાસ યોજના- ગ્રામીણો માટે 6240 કરોડ રૂપિયા
- રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના માટે 3488 કરોડ રૂપિયા
- બુંદેલખંડ, વિંધ્ય અને ગુણવત્તા પ્રભાવિત ગામામો પીવાના પાણીની યોજના માટે 3000 કરોડ રૂપિયા
- રાષ્ટ્રીય ગ્રામીણ પેયજલ કાર્યક્રમ માટે 2954 કરોડ રૂપિયા
- રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન માટે 1393 કરોડ રૂપિયા
- મુખ્યમંત્રી આવાસ યોજના-ગ્રામીણ માટે 429 કરોડ રૂપિયા
- શ્યામા પ્રસાદ મુખર્જી રૂરલ તેમજ અર્બન મિશન માટે 224 કરોડ રૂપિયા
- વિધાનમંડળ ક્ષેત્ર વિકાસ નિધિ હેઠળ 1008 કરોડ રૂપિયા
- સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણો માટે 6000 કરોડ રૂપિયા
- ગ્રામીણ ક્ષેત્રમાં અંત્યેષ્ટિ સ્થળ વિકાસ માટે 100 કરોડ રૂપિયા
- ગ્રામ પંચાયતોમાં 750 પંચાયત ભવન નિર્માણ માટે 14 કરોડ રૂપિયા
- કાજી હાઉસ નિર્માણ માટે 20 કરોડ રૂપિયા
- ગ્રામીણ યુવાનોને ખેલ અને રચનાત્મક કાર્ય માટે પ્રોત્સાહિત કરવા યુવક મંગલ દળ યોજના પર 25 કરોડ રૂપિયા

Whatsapp-channel Whatsapp-channel

07 February, 2019 07:21 PM IST | લખનઉ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK