યસ બૅન્કના સ્થાપક રાણા કપૂરે પ્રિયંકા ગાંધી પાસે બે કરોડનું પેઇન્ટિંગ ખરીદ્યું હતું

Published: 9th March, 2020 08:32 IST | Mumbai Desk

બૅન્કના સ્થાપક રાણા કપૂરે કૉન્ગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીનું એક પેઇન્ટિંગ બે કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું.

પ્રિયંકા ગાંધી
પ્રિયંકા ગાંધી

યસ બૅન્કમાં લાખો લોકોના રૂપિયા અટવાઈ ગયા છે ત્યારે બૅન્કના સ્થાપક રાણા કપૂર તરફ બૅન્કની વર્તમાન હાલત માટે આંગળી ચીંધાઈ રહી છે.

બૅન્કની હાલત માટે બીજેપી અને કૉન્ગ્રેસ એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે ત્યારે એવી સ્ફોટક વિગતો સપાટી પર આવી છે કે બૅન્કના સ્થાપક રાણા કપૂરે કૉન્ગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીનું એક પેઇન્ટિંગ બે કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું.

એક ચૅનલે કરેલા ઘટસ્ફોટ પ્રમાણે આઇટી વિભાગ પણ હવે ઈડીની સાથે-સાથે આ વાતની તપાસ કરી રહ્યો છે. જોકે હજી ખબર નથી પડી કે રાણા કપૂરે કયા ઇરાદે આ પેઇન્ટિંગ ખરીદ્યું છે.

બીજેપીએ તરત જ આ મુદ્દે પ્રત્યાઘાત આપતાં કહ્યું છે કે ‘ભારતમાં દરેક આર્થિક કૌભાંડના તાર ગાંધી પરિવાર સાથે જોડાયેલા હોય છે, જેમ કે વિજય માલ્યા સોનિયા ગાંધીની ફ્લાઇટની ટિકિટ અપગ્રેડ કરતા હતા. મનમોહન સિંહ અને ચિદમ્બરમ સુધી માલ્યાની પહોંચ હતી. નીરવના જ્વેલરી કલેક્શનનું ઉદ્ઘાટન રાહુલ ગાંધીએ જ કર્યું હતું.

આશ્ચર્યની વાત એ છે કે કૉન્ગ્રેસે પણ આ વાતનો સ્વીકાર કરીને કહ્યું છે કે એનાથી શું સાબિત થાય છે. પ્રિયંકા ગાંધીએ કોઈ વસ્તુ વેચી હોય અને જો કોઈએ ખરીદી હોય તો ખરીદનારને જોવામાં નથી આવતો. એનાથી આ બૅન્કના પતન સાથે પ્રિયંકા ગાંધીની કોઈ લિન્ક નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK