Yes Bank Case: વાધવાન ભાઈઓની CBI કસ્ટડી ૮ મે સુધી લંબાવાઈ

Updated: 2nd May, 2020 13:31 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

યસ બૅન્કના પૂર્વ સીઈઓ રાણા કપૂર વિરુદ્ધ લાંચ આપવા બદલ કેસ નોંધાયાના લગભગ 50 દિવસ બાદ ગયા રવિવવારે સાતારા જિલ્લાના મહાબળેશ્વરના ક્વૉરન્ટીન સેન્ટરમાંથી બન્ને ભાઈઓની ધરપકડ કરવામાં આવી હતી.

રવિવારે થયેલા આ અરસેસ્ટમાં વાધવાન ભાઇઓને મહાબળેશ્વરથી પકડી લેવાયા છે. BKCમાં CBIની ઑફિસની બહા દેખાય છે બંન્ને ભાઇઓ.
રવિવારે થયેલા આ અરસેસ્ટમાં વાધવાન ભાઇઓને મહાબળેશ્વરથી પકડી લેવાયા છે. BKCમાં CBIની ઑફિસની બહા દેખાય છે બંન્ને ભાઇઓ.

યસ બૅન્ક કૌભાંડ મામલે કપિલ વાધવાન અને ડીએચએફએલ જૂથના ધીરજ વાધવાનની સીબીઆઇ કસ્ટડી સ્પેશ્યલ કોર્ટે ગઈ કાલે 8 મે સુધી લંબાવી હતી. યસ બૅન્કના પૂર્વ સીઈઓ રાણા કપૂર વિરુદ્ધ લાંચ આપવા બદલ કેસ નોંધાયાના લગભગ 50 દિવસ બાદ ગયા રવિવવારે સાતારા જિલ્લાના મહાબળેશ્વરના ક્વૉરન્ટીન સેન્ટરમાંથી બન્ને ભાઈઓની ધરપકડ કરવામાં આવી હતી.
અગાઉના રિમાન્ડ પૂરા થતાં વાધવાન ભાઈઓને સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં સીબીઆઇએ તેમની અને રાણા કપૂર વચ્ચેની સાંઠગાંઠની ઊંડાણપૂર્વક તપાસ કરવા કસ્ટડી માગી હતી. વાધવાન ભાઈઓની ૧૫૦ કરતાં વધુ શેલ કંપનીઓ છે તેમ જ રાણા કપૂરે તેના પરિવાર સાથે મળીને અનેક કંપનીઓ શરૂ કરી છે જેમાં વાધવાન ભાઈઓની લેવડ-દેવડ વિશે પણ તપાસ કરવા માગે છે એમ સીબીઆઇએ કોર્ટને જણાવ્યું હતું. બચાવ પક્ષના વકીલના વિરોધ છતાં કોર્ટે સીબીઆઇને ૮ મે સુધી વાધવાન ભાઈઓની કસ્ટડી આપી હતી.

કપૂરે તેના તથા તેના પરિવારના સભ્યોને મળેલા લાભના બદલામાં યસ બૅન્ક પાસેથી ડીએચએફએલને નાણાકીય સહાય મેળવી આપવામાં મદદ કરી હોવાનો આક્ષેપ સીબીઆઇએ કર્યો હતો.

મહારાષ્ટ્રમાં યસ બેંક અને દીવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (DHFL) સાથે જોડાયેલા છેતરપીંડીના કેસના આરોપી કપિલ અને ધીરજ વાધવાનની આખરે CBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે.રવિવારે થયેલા આ અરસેસ્ટમાં વાધવાન ભાઇઓને મહાબળેશ્વરથી પકડી લેવાયા છે અને તેમની સામે કોર્ટ ઑફ સ્પેશ્યલ જજ દ્વારા મુંબઇની કોર્ટનાં CBI કેસિઝ અંતર્ગત બિનજામીની અરેસ્ટ વોરન્ટ જારી કરાયું છે.

બંન્ને આરોપીઓને આજે સ્પેશ્યલ CBI કોર્ટમાં હાજર કરાશે. CBIએ 7મી માર્ચે આ બંન્ને ભાઇઓ સામે યેસ બેંક સાથે છેતરપીંડી કરાવનો ગુનો દાખલ કર્યો હતો.રાના કપુર સાથે આ બંન્ને ભાઇઓનાં નામ પણ યેસ બેંક મુદ્દામાં ઉછળ્યા હતા.

બંન્ને ગુનેગારો છટકી ગયા હતા અને પલાયન હતા.તેમણે કોઇપણ કાળે પોતાની ધરપકડ ટાળવાનો પ્રયાસ કર્યો. CBIનાં સ્પેશ્યલ કોર્ટે ફાઇલ કરેલી પિટીશનને આધારે તેમની વિરુદ્ધ NBW એટલે કે નોન બેલેબલ વૉરંટ જાહેર કર્યા હતા.17મી માર્ચે આ વોરંટ જાહેર કરાયા પણ છતાં પણ વાધવાન ભાઇઓ CBI કે કોર્ટ સમક્ષ હાજર ન થયા.CBIને જાણકારી મળી કે બંન્ને ભાઇઓ સતારામાં પંચગીનીમાં સરકારી ઇન્ટિટ્યુશનલ ક્વોરેન્ટિન સેન્ટરમાં છે.આ પછી તાત્કાલિક જ સતારાનાં ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને સુપ્રિન્ટેન્ડન્ટ ઑફ પોલીસને ઇમેઇલ દ્વારા જણાવાયું હતું કે આ બંન્ને ભાઇઓને ત્યાંથી છટકવા ન દેવા.ગુનેગારોની અરજીને પગલે કોર્ટે 5 મે સુધી વોરંટ પર સ્ટે મૂક્યો.હાલમાં ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે.

આખો દેશ લૉકડાઉનમાં છે તેને મહિના ઉપર થઇ ગયું છે ત્યારે રાજ્યનાં ગૃહમંત્રાલયનાં અધિકારી અમિતાભ ગુપ્તાએ વાધવાન ભાઇઓને પરિવારનાં બીજા 7 જણા સાથે ખંડાલાથી મહાબળેશ્વર જવાની પરવાનગી આપી હતી.આ પરવાનગી 8 એપ્રિલે અપાઇ હતી જેને કારણે ભારે વિવાદ છેડાયો હતો.આ પહેલાં આખો પરિવાર છેલ્લા ઘણા દિવસથી ખંડાલાના ગેસ્ટ હાઉસમાં છુપાયેલો હતો. લૉકડાઉન પછી ગેસ્ટ હાઉસનો સંચાલક સતત રૂમ ખાલી કરવા માટે તેઓ ઉપર દબાણ કરી રહ્યો હતો.ત્યાર પછી આ પરીવાર 8 એપ્રિલે અમિતાભ ગુપ્તાનો પત્ર લઈને મહાબળેશ્વર જવા નિકળ્યો હતો.સાતારા પોલીસે તેને મહાબળેશ્વરથી થોડે જ દૂર પકડી લીધા હતા. મહારાષ્ટ્રનાં ગૃહમંત્રી અનિલ દેશમુખે વિવાદોને પગલે આ કેસમાં તરત તપાસ કરવા સૂચના આપી હતી અને જે IAS અધિકારીએ આ પરવાનગી આપી હતી તેને ફરજિયાત રજા પર ઉતારી દીધા હતા.

આ અગાઉ મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે કહ્યું કે વાધવાન ભાઇઓનો ક્વોરન્ટાઇન પીરિયડ પૂરો થયો છે એવામાં સીબીઆઇ અને ઇડી બન્નેને કસ્ટડીમાં લઇ શકે છે. તેમણે એમ પણ કહ્યું કે કેન્દ્રીય એજન્સીઓ તેમને કસ્ટડીમાં ન લે ત્યાં સુધી તેમને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવશે, લંડન ભાગવા દેવાની તક નહીં અપાય. 

First Published: 27th April, 2020 13:26 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK