બીજેપી છોડી ૧૦ ડિસેમ્બરે નવી પાર્ટી રચશે યેદીયુરપ્પા

Published: 24th October, 2012 04:46 IST

કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને બીજેપીના સિનિયર નેતા યેદીયુરપ્પાએ આખરે પાર્ટી છોડવાની જાહેરાત કરી દીધી છે. ગઈ કાલે તેમણે ૧૦ ડિસેમ્બરે નવી પાર્ટી રચવાનું એલાન કરવાની માહિતી આપી હતી. આ પહેલાં તેઓ પાર્ટી તથા રાજ્યની વિધાનસભાના સભ્ય તરીકે રાજીનામું આપી દેશે. ભ્રષ્ટાચારના આરોપો પછી ગયા વર્ષે યેદીયુરપ્પાને મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. એ પછી પાર્ટીના ટોચના નેતાઓ સાથે સતત તેમને ખટરાગ ચાલતો હતો. બીજેપી = ભારતીય જનતા પાર્ટી

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK