અને ભારે હૈયે યેદીયુરપ્પા રડી પડ્યાં

Published: 1st December, 2012 06:11 IST

ચાર વર્ષ પહેલાં પહેલી વાર કર્ણાટકમાં દક્ષિણ ભારતની પહેલી બીજેપી સરકાર રચવાની સિદ્ધિ હાંસલ કરનાર બી. એસ. યેદીયુરપ્પાએ ગઈ કાલે ભારે હૈયે અને આંખમાં આંસુ સાથે બીજેપી છોડી દીધી હતી.

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીના આડે છ મહિના જ બાકી છે ત્યારે ૭૦ વર્ષના યેદીયુરપ્પાનો નિર્ણય બીજેપી માટે મોટો ફટકો છે. ગઈ કાલે પાર્ટી છોડવાની જાહેરાત કરતાં યેદીયુરપ્પાએ અત્યારની બીજેપી સરકારને તેમના તરફથી કોઈ પણ ખતરો નથી એવી ખાતરી આપી હતી. જોકે તેઓ બીજેપીના પ્રમુખ નીતિન ગડકરી પર બરાબરના વરસ્યા હતા. યેદીયુરપ્પાએ ગડકરી પર તેમણે આપેલું વચન નહીં પાળવાનો આરોપ મૂક્યો હતો. બીજેપી છોડ્યા બાદ હવે યેદીયુરપ્પા કર્ણાટક જનતા પાર્ટી નામના નવા પક્ષની રચના કરશે. આ પાર્ટીની નોંધણી તેમણે ચૂંટણી પંચમાં કરાવી પણ દીધી છે. ૩૮ મહિના કર્ણાટકના મુખ્ય પ્રધાનપદે રહ્યા બાદ ભ્રષ્ટાચારના આરોપોને પગલે તેમને રાજીનામું આપવાની ફરજ પડી હતી. યેદીયુરપ્પાને આશા હતી કે ર્કોટ દોષમુક્ત જાહેર કરશે એ પછી તેમને ફરી મુખ્ય પ્રધાન બનાવવામાં આવશે. જોકે એમ નહીં થતાં તેમણે પાર્ટી વિરુદ્ધ બળવો પોકાર્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK