મલ્ટિનૅશનલ રેસ્ટોરાંના ચિકનમાંથી કીડા નીકળ્યાં

Published: 10th October, 2012 05:34 IST

કેરળના પાટનગર તિરુવનંતપુરમમાં આવેલા કેન્ટૂકી ફ્રાઇડ ચિકન (કેએફસી)ના આઉટલેટમાં એક ગ્રાહકને પીરસાયેલા ચિકનમાંથી કીડા મળી આવતાં હોબાળો મચ્યો હતો.

શહેરની ફૂડ સેફ્ટી ઑથોરિટી (એફએસએ)એ બાદમાં ટેમ્પરરી આ રેસ્ટોરાં બંધ કરવાનો આદેશ આપ્યો હતો. શહેરના હાર્દસમા એરિયામાં આવેલી રેસ્ટોરાંમાં સોમવારે એક કસ્ટમરના ચિકનમાંથી કીડા નીકળ્યાં હતા. બાદમાં તેણે એફએસએને ફરિયાદ કરી હતી. એ પછી એફએસએના અધિકારીઓએ રેસ્ટોરાંમાં તપાસનો પ્રયાસ કર્યો ત્યારે કર્મચારીઓએ તેમને અટકાવવાનો પણ પ્રયાસ કર્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK